Tokyo Paralympics: બેડમિન્ટનમાં રચાયો ઈતિહાસ, પ્રમોદ ભગતે ગોલ્ડ, મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો
Tokyo Paralympic: ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. પુરુષ બેડમિન્ટનની સિંગલ એસએલ3માં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું.
![Tokyo Paralympics: બેડમિન્ટનમાં રચાયો ઈતિહાસ, પ્રમોદ ભગતે ગોલ્ડ, મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો Tokyo Paralympics: India's Pramod Bhagat wins gold medal in badminton men's singles SL3 Tokyo Paralympics: બેડમિન્ટનમાં રચાયો ઈતિહાસ, પ્રમોદ ભગતે ગોલ્ડ, મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/04/27ec2f495f3b74f6fea4b9c3379087e4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. સવારમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના ખાતમાં બેડમિન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા હતા.
ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષ બેડમિન્ટનની સિંગલ એસએલ3માં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું. જ્યારે આ જ શ્રેણીમાં મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને ખેલાડી મેડલ જીતવાની સાથે જ તેમના વતનમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.
Tokyo Paralympics: India's Pramod Bhagat wins gold medal in badminton men's singles SL3 pic.twitter.com/K0A4VEfqD6
— ANI (@ANI) September 4, 2021
આ પહેલા આજે સવારે મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો અને એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ જીત્યો હતો. એક જ ઈવેન્ટમાં ભારતે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. 19 વર્ષીય મનીષ નરવાલે પુરૂષની 30 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યો. મનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી હતી જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી હતી.
મનિષ નરવાલેની શરૂઆત ખૂબ ધીમી રહી. એક સમય તો એવો પણ આવ્યો કે તે છઠ્ઠા સ્થાન પર પહોચી ગયા હતા. જો કે ત્યારબાદ તેમણે વાપસી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અચૂક નિશાન સાંધતા ગોલ્ડ પર કબ્જો કર્યો. તો 39 વર્ષીયના શૂટર સિંધરાજ શરૂઆતથી જ ટોપ 3માં હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)