Asia Cup 2022: એશિયા કપ અગાઉ બાંગ્લાદેશને ઝટકો, બે મેચ વિનર ખેલાડી ટુનામેન્ટમાંથી બહાર
એશિયા કપ 2022ની મુખ્ય મેચો 27 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બાંગ્લાદેશી ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે
નવી દિલ્હી: એશિયા કપ 2022ની મુખ્ય મેચો 27 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બાંગ્લાદેશી ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ટીમનો 22 વર્ષીય યુવા ઝડપી બોલર હસન મહમૂદ અને ટીમના વિકેટ કીપર બેટ્સમેન નુરુલ હસન ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ બંને ખેલાડીઓ પહેલા બેટ્સમેન લિટન દાસ પણ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
Bangladesh have suffered another setback to their Asia Cup chances 👀https://t.co/xGenqGizkA
— ICC (@ICC) August 23, 2022
ઈજાગ્રસ્ત બેટ્સમેન નૂરુલ હસનની જગ્યાએ મોહમ્મદ નઈમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય નઈમે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 34 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 34 ઇનિંગ્સમાં 24.51ની એવરેજથી 809 રન બનાવ્યા હતા. દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 103.71 રહ્યો છે. T20 ક્રિકેટમાં તેના નામે ચાર અડધી સદી છે.
એશિયા કપ 2022ની પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશી ટીમે ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શ્રીધરન શ્રીરામને ટેકનિકલ સલાહકાર તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
બાંગ્લાદેશની ટીમ
શાકિબ અલ હસન, અનામુલ હક, મુશફિકુર રહીમ, અફિફ હુસૈન, મોસદ્દિક હુસૈન, મહમુદુલ્લાહ, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તફિઝુર રહમાન, નસુમ અહમદ, શબ્બીર રહમાન, મેહદી હસન મિરાજ, પરવેઝ હુસૈન એમોન, તસ્કીન અહમદ અને મોહમ્મદ નઇમ.