WhatsAppમાં આવ્યું અત્યાર સુધીનુ સૌથી જબરદસ્ત ફિચર, ગૃપ ચેટિંગ થઇ વધારે મજેદાર
WABetaInfo એ વૉટ્સએપના આ નવા ફિચરનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. આમાં આ ફિચરના વિશે ઘણુબધુ બતાવવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp છેલ્લા કેટલાય દિવસોથી એક પછી એક નવા નવા ફિચર્સ પોતાના યૂઝર્સને આપી રહી છે. આ કડીમાં વધુ એક ફિચર એડ કરવામાં આવ્યુ છે, યૂઝર્સ માટે કંપનીએ હવે વૉટ્સએપ કૉમ્યૂનિટીઝ (WhatsApp Communities) ફિચર આપ્યુ છે. આ ફિચર આખા ગૃપ ચેટિંગના એક્સપીરિયન્સને બદલી નાંખશે.
WABetaInfo એ વૉટ્સએપના આ નવા ફિચરનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. આમાં આ ફિચરના વિશે ઘણુબધુ બતાવવામાં આવ્યુ છે, વૉટ્સએપ કૉમ્યૂનિટીઝ ફિચર દ્વારા યૂઝર એક ગૃપ્સને એક કૉમ્યૂનિટીઝમાં જોડી શકે છે. આનો ફાયદો એ થશે કે યૂઝરને એક જ મેસેજ વારંવાર અલગ અલગ ગૃપમાં સેન્ડ કરવાની જરૂર નહીં પડે. કૉમ્યુનિટીઝમાં યૂઝર અલગ અલગ ટૉપિક માટે નવુ ગૃપ ક્રિએટ કરી શકે છે.
કેમેરા ટેબની જગ્યાએ કૉમ્યૂનિટીઝનો ઓપ્શન -
WAbetaInfoના રિપોર્ટ અનુસાર, નવા અપડેટમાં વૉટ્સએપમાં ટૉપ લેફ્ટ સાઇડમાં આપવામાં આવેલા કેમેરા ટેબને કૉમ્યુનિટીઝથી રિપ્લેસ કરી દેવામાં આવશે. આ ટેબનો ઉપયોગ યૂઝર 10 સબ ગૃપ્સ સુધી એકસાથે કૉમ્યૂનિટી ક્રિએટ કરી શકે છે. રિપોર્ટનુ માનીએ તો આ નવા ફિચરની મદદથી સબ ગૃપ્સમાં એક સાથે 512 મેમ્બર્સ સાથે કનેક્ટ થઇ શકાય છે.
એડમિન કરી શકે કૉમ્યૂનિટીને ડિસેબલ -
વૉટ્સએપનુ આ નવુ ફિચર યૂઝર્સને કૉમ્યૂનિટી જૉઇન કરતી વખતે પોતાની પસંદના સબ ગૃપ પસંદ કરવાની પણ સુવિધા આપે છે. ખાસ વાત છે કે, યૂઝર વિના કૉમ્યૂનિટી છોડે કોઇપણ સબ ગૃપમાંથી એક્ઝિટ પણ થઇ શકે છે. કૉમ્યૂનિટીને એડમિન ઇચ્છે તો કોઇપણ કૉમ્યૂનિટીને ગમે ત્યારે ડિસેબલ કરી શકે છે.
બીટા ટેસ્ટર્સ માટે રૉલઆઉટ થયુ ફિચર -
વૉટ્સએપ કૉમ્યૂનિટીમાં થનારા ચેટિંગ કે શેર માટે કરવામાં આવનારી મીડિયા ફાઇલ્સમાં કોઇપણ મેમ્બરને કોઇ પરેશાન થાય છે, તો તે આને રિપોર્ટ પણ કરી શકે છે. વૉટ્સએપનુ આ અપડેટ બીટા વર્ઝન 2.22.19.3 માટે રૉલઆઉટ કરવામાં આવી રહ્યું છે. WABetaInfoનુ માનીએ તો કંપની આ ફિચરને કેટલાક લિમીટેડ બીટા ટેસ્ટર્સ માટે રૉલઆઉટ કરી રહી છે. બીટા ટેસ્ટિંગ પુરુ થયા બાદ આના સ્ટેબલ વર્ઝનને ગ્લૉબલ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો.......
India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ
નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ
School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત
Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો