શોધખોળ કરો
Advertisement
રણજી ટ્રોફી ફાઈનલઃ LIVE મેચમાંથી અમ્પાયર શમસુદ્દીન થયા ગાયબ, એક જ અમ્પાયરે કરી અમ્પાયરિંગ
થર્ડ અમ્પાયર સુંદરમ રવિ એટલા માટે મેદાનમાં ના ઉતર્યા કારણ કે તેમને ડીઆરએસના નિર્ણયની જવાબદારી આપવામાં આવી હતી.
નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ સોમવારથી શરુ થઈ ગઈ છે. બંને ટીમો આ પ્રતિષ્ઠિત ટ્રોફી પર કબજો મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. આ મુકાબલામાં સૌરાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બીજા દિવસે અંતિમ અહેવાલ મળ્યા ત્યારે સૌરાષ્ટ્રએ 7 વિકેટે 358 રન બનાવી લીધા છે. અર્પિત વસાવડાએ 106 રન અને ચેતેશ્વર પૂજારાએ 66 રન બનાવ્યા હતા. આ ફાઇનલ દરમિયાન એક અજીબ ઘટના બની હતી.
ક્રિકટ્રેકરના રિપોર્ટ પ્રમાણે રણજી ટ્રોફીની ફાઇનલનો પ્રથમ દિવસ અન્ય એક કારણોસર ચર્ચામાં રહ્યો હતો. ફાઇનલમાં અમ્પાયર સી શમ્સુદીનને મેદાન બહાર જવું પડ્યુ હતું. સૌરાષ્ટ્રની વિકેટ પડ્યા પછી અમ્પાયર તરફ ઉછાળવામાં આવેલ બોલથી શમ્સુદદીન ઇજાગ્રસ્ત થયા હતા. ફાઈનલ મેચનાં પ્રથમ દિવસે સોમવારે પેટનાં નિચેનાં ભાગવાં બોલ વાગ્યો હતો, તેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. બીસીસીઆઈ એ ટ્વિટ કરીને તેમને સાજા થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી.
ત્યાર પછી બીજા દિવસે એટલે કે મંગળાવારે એમ્પાયરીંગ કરવા મેદાન પર ઉતર્યા નહોતા, અને તેમને ચેકઅપ માટે એક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શમસુદ્દીની જગ્યાએ હવે યશવંત બર્ડે બીજા અમ્પાયર તરીકે મેદાનમાં ઉતરશે મેચનાં ત્રીજા દિવસે અનંત પદ્યનાભન સાથે જોડાશે. શમસુદ્દીનનાં ઈજાગ્રસ્ત થવાના કારણે તેમને મેદાની સાથી અમ્પાયર અનંત પદમનાભનને એકાલ પ્રથમ સેશનમાં અમ્પાયરીંગ કરવી પડી હતી. થર્ડ અમ્પાયર સુંદરમ રવિ એટલા માટે મેદાનમાં ના ઉતર્યા કારણ કે તેમને ડીઆરએસના નિર્ણયની જવાબદારી આપવામાં આવી હતી. આવામાં જ્યારે મેદાન પરના અમ્પાયર ઇજાગ્રસ્ત હતા તો પીયુષ કક્કડને મેદાનમાં ઉતારવામાં આવ્યા. જોકે પીયુષ સ્થાનીય અમ્પાયર હતા તેથી તેમને ફક્ત સ્કેવયર લેગ અમ્પાયરની જવાબદારી આપવામાં આવી હતી. આવું એટલા માટે કારણ કે મુખ્ય અમ્પાયર માટે તટસ્થ અમ્પાયર હોવું જરુરી છે. સામાન્ય રીતે રણજી ટ્રોફીના મુકાબલામાં મેચ રેફરી સિવાય બે અમ્પાયર હોય છે. રેફરી જ થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવે છે. જોકે આ વખતે અમ્પાયરિંગ ટીમમાં થર્ડ અમ્પાયરને સામેલ કરવામાં આવ્યા હતા. રણજીટ્રોફીની ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે યોજાઈ રહી છે, સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ બેટીંગ કરી રહી છે. ટીમે પ્રથમ ઈનિંગમાં 157 ઓવર સુધી 8 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા છે. આ દરમ્યાન અર્પિતે શાનદાર ઈનિંગ રમી છે. તેણે 11 ચોગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વિશ્વરાજે 54 રન અને દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પુજારાએ 5 ચોગ્ગાની મદદથી 66 રનની ઈનિંગ રમી હતી.We wish umpire C Shamshuddin a speedy recovery. 💪💪 He is not officiating on Day 2⃣ after being hit on the opening day of the @paytm #RanjiTrophy #Final. Video 👉https://t.co/Sc3ppBJPrC#SAUvBEN pic.twitter.com/v978SB9KvQ
— BCCI Domestic (@BCCIdomestic) March 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement