નવી દિલ્હીઃ ગઇકાલે જયપુરમાં આઇપીએલની સિઝન 12 માટે હરાજી થઇ ગઇ, આ હરાજીમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેને રાતોરાત જેકપૉટ લાગ્યો અને કરોડપતિ બની ગયા. આમાં એક નામ વરુણ ચક્રવર્તીનું પણ છે. આ વખતે વરુણને મોટી સફળતા મળી છે.
2/6
3/6
ચાર ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વરુણને ખરીદવા માટે ખેંચતાણ થઇ અને આખરે 20 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતો તામિલ ક્રિકેટર વરુણ ચક્રવર્તી 8.4 કરોડની કિંમતમાં વેચાયો હતો. વરુણને કિંગ્સ ઇલેવન પંજાબે અંતે ખરીદી લીધો.
4/6
5/6
ઓક્શન શરૂ થવાની ગણતરીની મિનીટોમાં જ તમિલનાડુનો ૨૭ વર્ષીય લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી કરોડપતિ બની ગયો હતો. વરુણની વાત કરીએ તો તેને આર્કિટેક તરીકેની નોકરી છોડીને ક્રિકેટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, વરુણને કૉન્ટ્રાક્ટ કરવા માટે ઓક્શનમાં કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે રસ દાખવ્યો હતો.
6/6
વરુણ લેગ સ્પિનર છે, ચાલુ વર્ષે તેને એકમાત્ર ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જોકે, લિસ્ટ એની 9 મેચોમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં 22 વિકેટ ઝડપી હતી. વિકેટકિપર-બેટ્સમેન વરૃણ ક્રિકેટ છોડી આર્કિટેક બન્યો. વરુણે સૌથી પહેલા 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતું. જોકે, તેને યોગ્ય ચાન્સ ના મળતા બાદમાં આર્કિટેક તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ હતું.