શોધખોળ કરો
Advertisement
કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી સાથે પૂરા કર્યા 7000 ટેસ્ટ રન
ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારવા મામલે કોહલીએ સચિન અને સહેવાગ જેવા મહાન ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દિધા છે. સચિન અને સહેવાગના નામે ટેસ્ટમાં 6-6 બેવડી સદી છે.
પુણે: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારતા અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. કોહલીએ તાબડતોડ બેટિંગ કરતાં ડબલ સેન્ચૂરી (254 રન) બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીએ 7000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. કોહલીના કરિયરની સાતમી બેવડી સદી હતી. તે ભારત માટે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારવા મામલે કોહલીએ સચિન અને સહેવાગ જેવા મહાન ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દિધા છે. સચિન અને સહેવાગના નામે ટેસ્ટમાં 6-6 બેવડી સદી છે. વૈશ્વિક રેકોર્ડની વાત કરવામાં આવે તો ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેનના નામે કુલ 12 બેવડી સદી છે.All hail, #KingKohli 👑 7000 career Test runs ✅#INDvSA pic.twitter.com/RBqQovcpQ6
— BCCI (@BCCI) October 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement