વિરાટ કોહલીએ આઉટ થઇને પેવેલિયન જતી વખતે ગુસ્સામાં શેના પર બેટ ફટકારતા રેફરી ગિન્નાયો, થશે કડક સજા....
હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) દ્વારા આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટને (IPL Code Of Conduct) તોડવાની ઘટના સામે આવી છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝન શરૂ થઇ ચૂકી છે, બુધવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે (RCB) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ 6 રનથી શાનદાર જીત હાંસલ કરી, પરંતુ આ જીત બાદ આરસીબીની મુશ્કેલીઓ વધી ગઇ છે. હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) દ્વારા આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટને (IPL Code Of Conduct) તોડવાની ઘટના સામે આવી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વિરુદ્ધ મેચ બાદ વિરાટ કોહલીનો (Kohli Video) એક વીડિયો સામે આવે આવ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલીએ આઉટ થયા બાદ પેવેલિયન જતી વખતે ગુસ્સામાં ખુરશી પર બેટ ફટકાર્યુ હતુ. વિરાટનુ વર્તન આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટ વિરુદ્ધનુ છે. વિરાટના આ વર્તન પર મેચ રેફરી (Match Referee) ગિન્નાયો હતો. હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) દ્વારા આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટને (IPL Code Of Conduct) તોડયો હતો.
આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટ અનુસાર, ખેલાડી મેદાનમાં કોઇપણ સામાનને નુકશાન નથી પહોંચાડી શકતો. વિરાટ કોહલી વિરુદ્ધ ઓપેન્સ 2.2ના લેવલનો ગુનો બને છે. વિરાટ કોહલીએ કૉડ ઓફ કન્ડક્ટ તોડવાની વાત માની લીધી છે. આ મામલામાં હવે મેચ રેફરીને ફેંસલો લેવાનો છે. આ મામલામાં હવે મેચ રેફરી જે ફેંસલો લેશે તે ફાઇનલ હશે.
ટક્કર વાળી મેચમાં મળી જીત....
વિરાટ કોહલીની ટીમ માટે જોકે બુધવારે સારો દિવસ રહ્યો. વિરાટ કોહલીની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 149 રનનો સ્કૉર ઉભો કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી ચાર ઓવરોમાં જીત માટે 38 રનની જરૂર હતી, પરંતુ ત્યારે મેચ પલટાઇ ગઇ અને અંતમાં વિરાટ કોહલીની ટીમ 6 રનથી જીત મેળવવામાં સફળ રહી હતી.
વિરાટ કોહલીની ટીમે 14મી સિઝનમાં પોતાની બન્ને મેચોમાં જીત મેળવી છે. 2009 બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે વિરાટ કોહલીએ બે જીત સાથ આઇપીએલમાં પોતાની સફરની શરૂઆત કરી છે.