નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારે રમાયેલી મેચ બાદ વિરાટ કોહલી એક નિવેદન આપ્યું હતું. વિરાટ કોહલીએ કહ્યું આ રમતનો આનંદ માણવા માટે મારી કારકિર્દીમાં થોડા વર્ષો બાકી રહ્યા છે. દેશ માટે રમવાનું ગૌરવ અને સન્માન છે. વિરાટ કોહલીના આ નિવેદન બાદ તમામ લોકો વિચારતા થઈ ગયા હતા. લોકો વિચારી રહ્યા છે કે શું વિરાટ કોહલી થોડા સમયમાં નિવૃતિ જાહેર કરશે.
2/4
જો કે, વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું, તે ક્યાંય પણ નથી જઈ રહ્યો અને તેનામાં લગભગ 10 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું બાકી છે. વિરાટ કોહલી 40 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમતો રહેશે.
3/4
કોહલી 2018માં ઈજાના ઘણી બધી રમતો ચૂકી ગયો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ વર્ષે તેણે ત્રીજી અને છેલ્લી ટી 20 શ્રેણી છોડી દીધી હતી. જ્યાં રોહિત શર્મા તેના માટે ઊભો હતો. પાછળથી, તે નિદાહાસ ટ્રોફી ચૂકી ગયો અને તેણે જાહેર કર્યું કે તેણે ત્રણ અઠવાડિયા માટે બેટને સ્પર્શ કર્યો નથી.
4/4
રાજકુમાર શર્માએ કહ્યું મને ખાતરી છે કે તમે આવનારા 10 વર્ષ સુધી તેને ભારત માટે ક્રિકેટ રમતા જોશો. તેનામાં રન બનાવવાની ભૂખ છે.