શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ કરી હરભજનની નકલ, ભજ્જીએ આપ્યો આવો જવાબ, જુઓ Video
હરભજન સિંહ, પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને આકાશ ચોપરાની સાથે સ્ટાર સ્પોર્ટન્સના કાર્યક્રમની મેજબાની કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની વચ્ચે ઇન્દોરમાં બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચ શરૂ થાય તે પહેલા વિરાટ કોહલીએ મેદાન પર હરભજન સિંહની બોલિંગ એક્શનની નકલ કરતી હતી. વિરાટે હરભજનની બોલિંગ એક્શનની એકદમ તેના જેવી જ નકલ કરી હતી. ત્યાર બાદ તે જઈને તેને ગળે પણ લગાવે છે.
કોહલીની એક્શન જોઈને હરભજન સિંહ પણ હસાવનું રોકી નથી શકતા. હરભજન સિંહે કોહલીને કહ્યું કે, છેલ્લી એક્શન ખૂબ જ સરસ હતી. આ દરમિયાન હરભજન સિંહ, પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને આકાશ ચોપરાની સાથે સ્ટાર સ્પોર્ટન્સના કાર્યક્રમની મેજબાની કરી રહ્યા હતા.
મેચની વાત કરીએ તો, હોલ્કર સ્ટેડિયમમાં બીજી ટી-20માં શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 143 રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 17.7 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 144 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી હતી. વિરાટ કોહલી 17 બોલમાં 30 રન અને રિષભ પંત 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. 143 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ભારતીય ટીમને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. લોકેશ રાહુલ (32 બોલમાં 45 રન) અને શિખર ધવન (29 બોલમાં 32 રન)ની જોડીએ 9.1 ઓવરમાં 71 રનની પાર્ટનરશિપ કરી હતી. શ્રેયસ ઐયરે 26 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી હરસંગાએ 2 અને લાહિરુ કુમારે 1 વિકેટ ઝડપી હતી.Who was @imVkohli imitating here? Wrong answers only in the replies, GO! Watch more funny outtakes only on #Nerolac #CricketLIVE, on Star Sports & Hotstar!#INDvSL pic.twitter.com/IXD1j4xEKU
— Star Sports (@StarSportsIndia) January 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement