શોધખોળ કરો
ધોની અને કોહલીને લઈને કુંબલેએ કહી મહત્ત્વની વાત, કહ્યું- ધોની મેદાન પર હોય ત્યારે.....
નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હાલના કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ક્રિકટેના બે સૌથી મજબૂત સ્તંભ છે. ધોની હાલમાં બેટિંગમાં પહેલા જેવું શાનાદર પ્રદર્શન કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે તેમ છતા મેદાન પર તેની હાજરી મહત્ત્વની છે. કોહલી અને ધોનીની આ જુગલબંદીને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેએ ખૂબ જ ખાસ ગણાવી છે.
કુંબલેએ જણાવ્યું હતું કે એક કેપ્ટન તરીકે વિરાટ કોહલી હજી પણ પોતાની જાતને નિખારી રહ્યો છે. વિરાટે પોતાની જાતને એક મહાન કેપ્ટન તરીક વિકસાવી છે પરંતુ સ્ટમ્પ પાછળ ધોનીની હાજરી કોહલીને દરેક પરિસ્થિતિને વધારે સારી રીતે સંભાળવામાં મદદરૂપ થાય છે.
ધોની સ્ટમ્પ પાછળ હોય ત્યારે કોહલી વધુ આસાનીથી કામગીરી બજાવી શકે છે તે પુરવાર થઈ ગયું છે. મને લાગે છે કે ધોનીની હાજરી કોહલીને વધુ સહજ બનાવી દે છે. મેચ દરમિયાન ધોની સાથે કરેલી વાતચીત ચોક્કસપણે વિરાટ કોહલીને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. ઘણી વાર બન્યું છે કે કેટલીક જવાબદારીઓ નિભાવવા માટે ધોનીને ઘણી વખત ‘હાફ કેપ્ટન’ અથવા તો ‘અનૌપચારિક કેપ્ટન’નો ખિતાબ મળી ચૂક્યો છે તેમ કુંબલેએ ઉમેર્યું હતું.
કુંબલેએ આગળ કહ્યું કે, કેપ્ટનશિપ એ ધોનીના સ્વભાવમાં જ છે. ભલે તે ટીમનો કેપ્ટન રહ્યો ન હોય પણ અવારનવાર તે આ ભૂમિકા ભજવતો જોવા મળે છે. ધોની ઘણા લાંબા સમય સુધી કેપ્ટન રહી ચૂક્યો છે. તે સ્ટમ્પ પાછળ હોય છે તેથી તે રમતને સારી રીતે સમજી શકે છે. તે બોલર્સ સાથે સ્પષ્ટ અને એવી વાતચીત કરે છે જે તેમને બોલિંગ અને વિકેટ ઝડપવામાં મદદરૂપ થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement