શોધખોળ કરો
IPL: વિરાટ કોહલીએ કોલકાતા વિરૂદ્ધ પકડ્યો અદભુત કેચ, VIDEO થયો વાયરલ
નીતીશ રાણા અને આંદ્રે રસેલની તાબડતોડ બેટિંગ કરવાં છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલેરુએ આઈપીએલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 10 રને હાર આપી હતી.

નવી દિલ્હીઃ નીતીશ રાણા અને આંદ્રે રસેલની તાબડતોડ બેટિંગ કરવાં છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલેરુએ આઈપીએલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 10 રને હાર આપી હતી. બેંગલુરુની આ નવ મેચમાં બીજી જીત હીત, જ્યારે કેકેઆરની સતત ચોથી હાર હતી. તેની કુલ નવ મેચમાંથી આ પાંચમી હાર હતી.
જોકે, આ મેચ દરમિયાન કોહલી દ્વારા કેકેઆરના યુવા બેટ્સમેન શુભમન ગિલનો કરવામાં આવેલો ચોંકાવનારો કેચ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિરાટના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મજેદાર વાત એ છે કે ગિલનો કેચ લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ઉપર જ હસતો જોવા મળ્યો. જોકે, એક સમયે એવું લાગ્યું હતું કે તે કેચ છોડી દેશે અને શુભમનને જીવતદાન મળી જશે, પરંતુ એવું ન થયું. કોહલીએ પાછળની તરફ દોડતાં અંતે બીજા પ્રયાસમાં પોતાના ડાબા હાથે કેચ પકડી લીધો. આ દરમિયાન તે પડતા-પડતા બચ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
