શોધખોળ કરો
ભારતના આ મહાન ક્રિકેટરને ગણિતમાં 100માંથી માત્ર 3 માર્ક આવ્યા હતા........
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એમી પુરસ્કાર વિજેતા અમેરિકાના પત્રકાર ગ્રેહામ બેનસિંગરના ચેટ શોમાં આ વાત કહી હતી

નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ટી-20, વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાં વિપક્ષી ટીમનો સફાયો કરી દીધો હતો. હવે કોહલી ઘરેલું શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. આ પહેલા કોહલીએ એક અમેરિકી ટીવી શોમાં પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા છે. કોહલીએ કહ્યું હતું કે સ્કૂલના દિવસોમાં ગણિતના કારણે તેને ઘણી પરેશાની થતી હતી. જેટલી મહેનત 10માં ધોરણમાં ગણિતમાં પાસ થવા માટે કરી હતી તેટલી મહેનત તો ક્રિકેટ માટે પણ કરી નથી. કોહલીએ એક ચેટ શૉ દરમિયાન આ વાત જણાવી. કોહલીએ જણાવ્યું કે તે સ્કૂલમાં હતો ત્યારે ગણિતના વિષયમાં 100માંથી માત્ર 3 માર્ક્સ આવતા હતા. ગણિતના દાખલા તેને સમજાતા નહોતા અને તે નપાસ થતો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે ગણિત વિષય કેમ ભણાવવામાં આવે છે તેવું તેને સમજાતું જ નહોતું.
કોહલીએ કહ્યું હતું કે હું 10માં ધોરણની પરીક્ષા પાસ કરી લેવા માંગતો હતો અને આ પછી તમે પોતાના વિષય પસંદ કરી શકતા હતા. તેમાં ગણિતની જરુર ન હતી. હું સ્પષ્ટ રીતે કહેવા માંગું છું કે મેં તે પરીક્ષાને પાસ કરવા માટે જેટલી મહેનત કરી હતી તેટલી તો મેં ક્રિકેટ માટે પણ કરી ન હતી. હું સ્કૂલમાં ક્યારેય સૌથી હોશિયાર બાળકમાં ન હતો પણ શીખવામાં ફાસ્ટ હતો.
કોહલીએ કહ્યું કે મને માત્ર રમવાનું સમજાતું હતું કે જે મને કામ લાગ્યું. કોહલીએ મજાકમાં કહ્યું કે ત્યારબાદ મેં ક્રિકેટમાં ખૂબ મહેનત કરી કારણકે ફરી વખત કોઈ પરીક્ષા આપવી પડે નહીં.

વધુ વાંચો