એબી ડીવિલિયર્સ તાજેતરમાં જ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. આરસીબીની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી નહોતી. જોકે ડીવિલિયર્સનો દેખાવ ઘણો સારો રહ્યો હતો અને તેણે ટીમને મેચમાં જીત પણ અપાવી હતી. આ ઉપરાંત તેની આકર્ષક ફિલ્ડિંગ પણ જોવા મળી હતી.
2/5
2004માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનારા ડીવિલિયર્સે 420 મેચ રમી 20,014 રન બનાવ્યા. તેણે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચ રમી છે. જેમાં કુલ મળે 47 સદી અને 109 અડધી સદી ફટકારી છે. ડીવિલિયર્સે ક્રિકેટ કરિયર દરમિયાન અનેક આક્રમક અને આકર્ષક ઈનિંગ રમીને 5 એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવા કદાચ અશક્ય છે.
3/5
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાન કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને આરસીબી ટીમના તેના સાથી ક્રિકેટર એબી ડીવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિને લઈ એક ભાવુક ટ્વિટ કર્યું છે. ક્રિકેટમાં મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા સાઉથ આફ્રિકના ખેલાડીએ બુધવારે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
4/5
આઈપીએલમાં વિરાટ અને ડીવિલિયર્સની જોડી ઘણી પસંદ કરવામાં આવે છે. બંને બેટ્સમેનો અત્યાર સુધી આઇપીએલની અનેક સીઝનમાં સાથે મળીને આરસીબીને જીત અપાવી ચૂક્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ડીવિલિયર્સ આઈપીએલમાં રમતો રહેશે.
5/5
ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, ‘તમે જીવનમાં જે કંઈ તેના માટે શુભકામના. જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ કરવામાં આવતી હતી તમે તેની પૂરી વ્યાખ્યા જ બદલી નાંખી. મારી શુભકામનાઓ તમારી અને તમારા પરિવારજનો સાથે છે.’