પર્થ: વર્તમાન ક્રિકેટ દુનિયાનાના નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી પોતાના કેરિયરમાં એક બાદ એક અનેક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. 30 વર્ષીય વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર મોટું કારનામું કર્યું છે. બીજી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ 25મી સદી ફટકારી અનેક દિગ્ગજ ક્રિકેટરોને પાછળ છોડી દીધાં છે.
2/5
વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી ફટકારી ના માત્ર ભારતને જ મજબુતી આપી પરંતુ એકવાર ફરી સાબિત કરી દીધું છે કે હાલમાં તે ક્રિકેટરોમાં સૌથી આગળ છે.
3/5
બ્રેડમેને 68 ઇનિંગ્સમાં 25 સદી નોંધાવી ઇતિહાસ રચી દીધો હતો. જ્યારે વિરાટે 127 ઇનિંગ્સમાં પોતાની 25 સદી પૂર્ણ કરી લીધી છે.
4/5
માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરને આ ઉપલબ્ધિ હાંસલ કરવા માટે 130 ઇનિંગ્સની રાહ જોવી પડી હતી જ્યારે ગાસ્વર પોતાની 138મી ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ મેળવી હતી.
5/5
કોહલીએ સચિન તેડુંલકર અને સુનિલ ગાવસ્કરને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 25 સદી ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન બાદ બીજો ખેલાડી બની ગયો છે.