ઈંગ્લેન્ડ સામેની મેચમાં તોફાની બેટિંગ કરવા છતાં ઈશાન કિશનને નહીં મળે ટીમમાં તક, જાણો શું છે કારણ ?
સોમવારે ઇંગ્લેન્ડ સામેની વૉર્મ અપ મેચ પહેલા કોહલીએ ખુદ આ વાતને લઇને સ્પષ્ટતા કરી છે. કોહલીએ કહ્યું કે હું ઓપનિંગમાં નથી ઉતરવાનો અને ઇશાન કિશન પણ ઓપનિંગમાં રોહિતની સાથે નહીં દેખાય.
T20 World Cup: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી વિશે મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ દરમિયાન કયાસ લગાસ લગાવવામાં આવતો હતો કે, ટી20 વર્લ્ડકપ 2021માં રોહિત શર્માની સાથે ઓપનિંગમાં વિરાટ કોહલી કે પછી ઇશાન કિશન આવી શકે છે, પરંતુ હવે સોમવારે ઇંગ્લેન્ડ સામેની વૉર્મ અપ મેચ પહેલા કોહલીએ ખુદ આ વાતને લઇને સ્પષ્ટતા કરી છે. કોહલીએ કહ્યું કે હું ઓપનિંગમાં નથી ઉતરવાનો અને ઇશાન કિશન પણ ઓપનિંગમાં રોહિતની સાથે નહીં દેખાય. કોહલીએ કહ્યું કે, અમારી ટીમ સંતુલિત છે અને ઓપનિંગમાં રોહિત શર્માની સાથે કેએલ રાહુલને જ ઉતારવામાં આવશે.
કોહલીએ 24 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચ ચિત પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન વિરુદ્ધ શૂરઆતી છ બેટ્સમેનો વિશે પુછવામાં આવતા તેના વિશે કંઇજ નહતુ કહ્યું. કેપ્ટન કોહલીએ ટોસ દરમિયાન કહ્યું હતું કે રોહિત સાથે રાહુલની જોડી ઇંગ્લેન્ડ ટૂરથી સેટ થઈ ગઈ હોવાથી ટીમ માટે આ કોમ્બિનેશન ફાયદાકારક રહેશે. વિરાટે વધુમાં જણાવ્યું હતું કે જો IPL ફેઝ-2 પહેલાની વાત કરું તો હું ઓપનિંગ કરવાનો પ્લાન કરી રહ્યો હતો. હવે IPL 2021માં તથા ઇંગ્લેન્ડ સિરીઝમાં રાહુલનું પ્રદર્શન જોતા તેને રોહિત સાથે વર્લ્ડ કપમાં ઓપનિંગમાં ઉતારવો ટીમ માટે યોગ્ય નિર્ણય રહેશે.રોહિત શર્મા એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને તેના સામે કોઈ પ્રશ્ન થવો ન જોઈએ.
સોમવારે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેથી પ્રથમ વૉર્મ અપ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી, આ મેચમાં ભારતીય ટીમમાંથી ઓપનિંગમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલની સાથે ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો હતો, ઇશાન કિશને શાનદાર શરૂઆત અપાવતા 46 બૉલમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 70 રનની ઇનિંગ રમી હતી. આ મેચ બાદ લોકોમાં વાત થઇ રહી હતી કે હવે ઇશાન કિશનને કોહલી ઓપનિંગમાં મોકો આપશે. પરંતુ કોહલીએ સ્પષ્ટતા સાથે અગાઉથી જ કહી દીધુ હતુ કે રોહિત અને કેએલ રાહુલ ઓપનિંગ કરશે. એવુ પણ કહેવાઇ રહ્યુ હતુ કે રોહિત શર્મા પાકિસ્તાન સામેની મેચમાં ઓપનિંગ નહીં કરે અને ઇશાન કિશનને મોકો મળી શકે છે. પરંતુ આ વાત પાયા વિહોણી છે.
પ્રથમ વૉર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા, ભારતને જીતવા માટે 189 રનોનો વિશાળ લક્ષ્ય મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ શાનદાર બેટિંગ બતાવી, અને 19 ઓવરમાં જ 3 વિકેટો ગુમાવીને 192 રન કરીને મેચ જીતી લીધી હતી. આ મેચની સાથે જ ભારતની બેટિંગની મજબૂતાઇની પણ પરખ થઇ ગઇ હતી.