શોધખોળ કરો
Advertisement
પુલાવામા હુમલામાં શહીદ જવાનોના બાળકોને ફ્રીમાં ભણાવી રહ્યો છે સેહવાગ, પ્રથમ વર્ષગાંઠ પર શહીદોને આ રીતે કર્યા યાદ
ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ આતંકી હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારની મદદ માટે અનેક નેતા, અભિનેતા અને મોટી મોટી હસ્તીઓ આગળ આવી હતી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું કામ પ્રશંસનીય છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલાવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાને આજે એક વર્ષ પૂરું થયું છે. ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ આતંકી હુમલામાં 40 થી વધુ જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારની મદદ માટે અનેક નેતા, અભિનેતા અને મોટી મોટી હસ્તીઓ આગળ આવી હતી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું કામ પ્રશંસનીય છે. સેહવાગે પુલવામાં હુમલામાં શહીદ જવાનોના બે બાળકોને દત્તક લીધા છે અને તેને પોતાની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે. આ બાળકો પિતાની જેમ સેનામાં ભરતી થવા માંગે છે.
પુલાવામા એટેકની પ્રથમ વર્ષગાંઠ પર શહીદોને યાદ કરતા સેહવાગે ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વીટમાં આ બાળકોની તસવીર પણ શેર કરીને લખ્યું કે, ‘આજે આપણા બહાદુર જવાનો સાથે પુલવામામાં થયેલા હુમલાની વર્ષગાંઠ છે. તે તમામ જવાનોને નમન. આ તસ્વીરમાં બેટ્સમેન છે- અર્પિત સિંહ, જે પુલવામામાં શહીદ થયેલા રામ વકીલનો દિકરો છે અને બોલર રાહુલ સોરેંગ શહીદ વિજય સોંરેંગનો પુત્ર છે. મારી સ્કૂલ તેમને ભણાવીને ગૌરવ અનુભવી રહી છે.’
ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ દિગ્ગજ ક્રિકેટરે દેશની સુરક્ષા કરતા શહીદ જવાનોના બાળકોને પોતાની બોર્ડિંગ સ્કૂલમાં મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. આ બન્ને બાળકો સેહવાગની સ્કૂલમાં ભણી રહ્યા છે અને રમતમા પણ ધ્યાન આપી રહ્યાં છે.Today marks one year since the terrible Pulwama attack on our brave jawans. Naman to all of them. In this pic are Batsman -Arpit Singh s/o Pulwama Shaheed Ram Vakeel & Bowler-Rahul Soreng s/o Pulwama Shaheed Vijay Soreng. Very privileged to have them study in my @SehwagSchool pic.twitter.com/9ZewyoYFo3
— Virender Sehwag (@virendersehwag) February 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion