શોધખોળ કરો
Advertisement
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની પત્ની સાથે થઈ 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી, બિઝનેસ પાર્ટનર સામે નોંધાવી ફરિયાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કિક્રેટર વીરેન્દ્ર સેહવાગના પત્ની આરતી સેહવાગે બિઝનેસ પાર્ટનર સહીત આઠ સામે 4.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પત્ની આરતી સેહવાગે સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર રોહિત કક્કર સહીત આઠ સામે 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આરતીનો આરોપ છે કે દિલ્હીના ઓશોક વિહાર સ્થિત રોહિત કક્કરે તેના બોગસ હસ્તાક્ષરોથી 4.5 કરોડ રૂપિયા લોન લીધી હતી. આરતી રોહિત સાથે એક કૃષિ આધારિત કંપનીમાં બિઝનેસ પાર્ટનર બની હતી. આરતી અને રોહિત સહિત આ ફર્મમાં અન્ય 6 લોકો પાર્ટનર હતા. આરતીનો આરોપ છે કે આ લોકોએ સાથે મળીને તેમની સાથે સાડા ચાર કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો છે.
આરતીનું કહેવું છે કે આ લોકોએ તેમની જાણ બહાર તેના નામનો ઉપયોગ કરીને બીજી ફર્મ બિલ્ડર કંપની પાસેથી 4.5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અને આરતીની બોગસ સહી પણ કરી હતી. આરતીનો આક્ષેપ છે કે જ્યારે પાર્ટનર બની હતી ત્યારે એ નક્કી કર્યું હતું કે તેમની મંજૂરી વગર કોઈ પણ કામ નહીં થાય. જો કે આરતી સેહવાગની ફરિયાદ પર દિલ્હી પોલીસે ઇઓડબલ્યૂ સેલે આરોપીઓ વિરુદ્ધ 420 ધારા અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.Aarti, wife of Virender Sehwag has filed a complaint against her business partners alleging they took a Rs 4.5 crore loan by forging her signatures and later defaulting on payment.
— ANI (@ANI) July 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement