ચોથા બોલ પર ઉમેશ યાદવે નર્સને રાયડુના હાથે કેચઆઉટ કરાવ્યો અને અહીંથી વેસ્ટઇન્ડીઝને 2 બોલમાં 7 રનની જરૂરત હતી. પાંચમાં બોલ પર લો ફુલટોસ પર હોપે બે રન લઈને ટીમની આશા જીવંત રાખી અને અંતિમ બોલમાં 5 રનની જરૂરત હતી. છઠ્ઠા અને અંતિમ બોલ પર વિન્ડીઝને પાંચ રનની જરૂરત હતી ત્યારે હોપે ઉમેશ યાદવના બોલ પર ડીપ પોઈન્ટ પર ચોગ્ગો ફટકારીને મેચ ટાઈ કરાવી હતી.
2/4
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે બુધવારે ડો. વાઈ.એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીસીએ સ્ટેડિયમમાં રમાયેલ બીજી મેચ ટાઈ રહી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 321 રન બનાવ્યા હતા. વેસ્ટઇન્ડીઝ ટીમે પણ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીરને 321 રન બનાવ્યા. કોહલીની કેપ્ટનશિપમાં આ પ્રથમ ટાઈ મેચ છે.
3/4
પરંતુ મેચમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે લાગવા લાગ્યું કે મેચ ભારતના હાથમાંથી નીકળી ગયો છે. વેસ્ટઇન્ડીઝને અંતિમ 18 બોલમાં 22 રન બનાવવાના હતા. સેટ બેટ્સમેન શાઈ હોપ અને કેપ્ટન જેસન હોલ્ડર આરામથી આગળ વધી રહ્યા હતા. પરંતુ ત્યારે જ 48મી ઓવરમાં કેપ્ટન હોલ્ડર રન આઈટ થઈ ગયો. આ ઓવરમાં માત્ર 2 રન જ આવ્યા. ત્યાર બાદ વેસ્ટઇન્ડિઝને અંતિમ 12 બોલમાં 20 રનની જરૂરત હતી. 49મી ઓવરમાં મોહમ્મદ શમીએ પણ વેસ્ટઅનડીઝને બેટ્સમેનને રન બનાવવાની તક ન આપી. તેણે માત્ર 6 રન જ આપ્યા.
4/4
અંતિમ ઓવરમાં વેસ્ટઇન્ડીઝને જીત માટે 14 રનની જરૂરત હતી અને તેના સેટ બેટ્સમેન શાઈ હોપ (અણનમ 123) ક્રીઝ પર હાજર હતા. પ્રથમ બોલ પર હોપે એક રન લીધો. બીજા બોલ પર નર્સે લેગબાઈ તરીકે મહત્ત્વના ચાર રન લીધા. ત્રીજા બોલ પર લેગ સ્ટમ્પ પર યોર્કર બોલ પર નર્સે બે રન લીધા અને મહેમાન ટીમને 3 બોલમાં 7 રનની જરૂરત હતી.