Watch: પ્રજ્ઞાનંદાએ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને હરાવ્યો, આ રીતે ટાઈબ્રેકમાં આપી માત
ભારતીય ચેસ ખેલાડીએ વિશ્વ ચેમ્પિયનને હરાવ્યો પરંતુ કુલ સ્કોરનાં આધારે તે આ ટૂર્નામેન્ટ જીતી શક્યો નહીં.
Praggnanandhaa vs Magnus Carlsen: 17 વર્ષીય ભારતીય ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો. પ્રજ્ઞાનંદાએ આ જીત યુએસએના મિયામીમાં ચાલી રહેલા FTX ક્રિપ્ટો કપમાં નોંધાવી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટાઈ-બ્રેક સુધી આગળ વધી રહેલી આ મેચમાં કાર્લસન જીતની નજીક ઊભો હતો પરંતુ છેલ્લે તેણે ભૂલ કરી અને મેચ હારી ગયો.
આ મોટી મેચની છેલ્લી ક્ષણો જોવા જેવી હતી. પ્રજ્ઞાનંદાએ અહીં અંતિમ પગલું ભરતાં જ કાર્લસન આશ્ચર્યચકિત થઈ ગયો. તે માની શકતો ન હતો કે તે ફરીથી પ્રજ્ઞાનંદા સામે હારી ગયો હતો. આ પછી, તેણે ધીમે ધીમે હેડફોન ઉતારી દીધા અને પ્રજ્ઞાનંદા સાથે ચાલ્યા ગયા.
પ્રજ્ઞાનંદા ટુર્નામેન્ટમાં બીજા ક્રમે રહ્યા હતા
ભારતીય ચેસ ખેલાડીએ વિશ્વ ચેમ્પિયનને હરાવ્યો પરંતુ કુલ સ્કોરનાં આધારે તે આ ટૂર્નામેન્ટ જીતી શક્યો નહીં. તે બીજા સ્થાને રહ્યો. અહીં મેગ્નસ કાર્લસન વિજેતા બન્યો હતો. પ્રજ્ઞાનંદાએ આ ટુર્નામેન્ટની શરૂઆત મજબૂત રીતે કરી હતી. તેણે સતત 4 મેચ જીતી હતી. જોકે, તેને પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Not the ending Magnus Carlsen would have wanted, as he blunders against Praggnanandhaa just when he was on the verge of forcing Armageddon! https://t.co/IbzJPYmpjn #ChessChamps #FTXCryptoCup pic.twitter.com/RYjbaO4WMZ
— chess24.com (@chess24com) August 21, 2022
કાર્લસનને ફેબ્રુઆરીમાં પ્રથમ વખત પરાજય મળ્યો હતો
પ્રજ્ઞાનંદે આ વર્ષે ફેબ્રુઆરીમાં પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે એરથિંગ માસ્ટર્સ રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. આ પછી તેણે મે મહિનામાં ચેસેબલ માસ્ટર્સ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં પણ કાર્લસનને હરાવ્યો હતો.