શોધખોળ કરો
Advertisement
બોલ સાથે ચેડા કરતો કેમેરામાં કેદ થયો વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી, ICC એ ફટકારી આ સજા, જાણો વિગત
24 વર્ષીય પૂરન ત્રીજી વન ડે દરમિયાન બોલ સાથે અંગૂઠાના નખથી ચેડાં કરતો કેમેરામાં ઝડપાઇ ગયો હતો. આઈસીસીના જણાવ્યા મુજબ, તે આગામી 4 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી નહીં શકે. જેમાંથી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન સામે લખનઉમાં રમાયેલી ત્રીજી વન ડે મેચ દરમિયાન બોલ સાથે ચેડાં કરવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકોલસ પૂરન પર 4 મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. પૂરન બોલની સ્થિતિ બદલવા માટે દોષી જણાયો છે.
24 વર્ષીય પૂરન ત્રીજી વન ડે દરમિયાન બોલ સાથે અંગૂઠાના નખથી ચેડાં કરતો કેમેરામાં ઝડપાઇ ગયો હતો. આઈસીસીના જણાવ્યા મુજબ, તે આગામી 4 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી નહીં શકે. જેમાંથી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે છે. આ ઉપરાંત પૂરનને 5 ડીમેરિટ પોઇન્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
સજા બાદ પૂરને કહ્યું કે, હું આઈસીસીની સજાનો સ્વીકાર કરું છું. હું તમામને ખાતરી આપવા માંગુ છું કે આ માત્ર ઘટના છે અને ભવિષ્યમાં નહીં થાય. લખનઉમાં સોમવારે રમાયેલી મેચ દરમિયાન જે કંઈ થયું તે માટે હું ટીમના સાથીઓ, સમર્થકો અને અફઘાનિસ્તાનની ટીમની માફી માંગુ છું. સાવરકુંડલાના જેસર રોડ પર કાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલWest Indies batsman Nicholas Pooran suspended for four games.
Details:https://t.co/m06mWt791N — ICC (@ICC) November 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement