શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝ સામે જીત બાદ વિરાટ કોહલીએ કયા બે ખેલાડીઓના ભરપૂર વખાણ કર્યા? જાણો વિગત
કેપ્ટન વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેની ભરપૂર પ્રશંસા કરી હતી. આ સાથે જ કોહલીએ યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનનો એક્કો ગણાવ્યો હતો.
નવી દિલ્હી: ભારતે સર વિવિચન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 318 રનોથી હાર આપીને જીત મેળવી છે. ભારતના ઉપકેપ્ટન અજિક્યે રહાણએ 102 રન, સદી અને હનુમા વિહારીન 93 રનની ઇનિંગના સહારે જીત મેળવી હતી.
ભારતે બીજી ઈનિંગ 419 રને ડિક કરી, બાદમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 419 રનનો પહાડ જેવો લક્ષ્ય મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમ માત્ર 100 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 318 રનોથી જીતી લીધી હતી.
મહત્વની વાત એ છે કે, જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેની ભરપૂર પ્રશંસા કરી હતી. આ સાથે જ કોહલીએ યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનનો એક્કો ગણાવ્યો હતો.
કોહલીએ કહ્યું હતું કે, જ્યારે અમે પહેલા પણ વેસ્ટ ઈન્ડીઝમાં રમ્યાં હતા ત્યારે રિઝલ્ટ અમારા માટે ખુબ સારું રહ્યું હતું. કોહલીએ કેપ્ટન વગર વિદેશી ધરતી પર 12મી જીત મેળવી હતી. કોહલી વિદેશી ધરતી પર સૌથી વધારે મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો હતો. તેની સાથે જ તેણે 27મી ટેસ્ટ જીત મેળવીને સૌથી સફળ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.
કોહલીએ પ્રથમ ઈનિંગ્સમાં 81 અને બીજી ઈનિંગ્સમાં 102 રનોની સદીની ઇનિંગ્સ રમનાર અજિંક્ય રહાણેની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે, રહાણેએ બંને ઈનિંગ્સમાં ખુબ સારી બેટિંગ કરી હતી. અમારે સખત મહેનત કરવી પડી હતી. મેચમાં ઓછામાં ઓછી ત્રણ કે ચારવાર વાપસી કરવી પડી.
કોહલીએ પ્લેયરોના વર્કલોડ પ્રબંધન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યાં સુધી ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની વાત છે તો જસપ્રીત બુમરાહ માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને બુમરાહ એક બોલિંગ યૂનિટ તરીકે ખુબ સારી બોલિંગ કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement