શોધખોળ કરો
Advertisement
‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત
જાણીતા અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે.પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની ટીમે વિજય મેળવીને વર્લ્ડ કપ મેળવ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈને અટકળો ચાલી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે હાલ સંન્યાસને લઈને કંઈ વિચારતો ન હોય પરંતુ એ વાતના પૂરા સંકેત મળવાના શરૂ થઈ ગયા છે કે, હવે ધોનીની કારકિર્દી લગભગ ખતમ થઈ ચૂકી છે.
આ વખતના વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગને લઈ ઘણી ટીકાઓ પણ થઈ હતી. સેમીફાઈનલમાં જે રીતે ધોનીએ ધીમી ઈનિંગ રમી તેનાથી તેની બેટિંગ પર સવાલ ઊઠી રહ્યા છે. ઈંગ્લેન્ડની સાથે રમાયેલી સેમીફાઈનલમાં ધોનીએ 31 બોલમાં 42 રન કર્યાં હતા. ધોનીએ ઈનિંગની શરૂઆત ઘણી ધીમી કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં કેટલાંક જોરદાર ફટકાર્યા હતા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.
જાણીતા અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે.પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે. જોકે તેઓએ ઈશારામાં એવો સંકેત આપી દીધો છે કે, હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો છે.
અખબારને બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, અમે (બોર્ડ અધિકારી) એ વાતથી હેરાન છીએ કે ધોનીએ હજુ સુધી આવું કેમ કર્યું નથી. ઋષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે.
જેમ કે અમે વર્લ્ડ કપમાં જોયું ધોની હવે આક્રમક બેટિંગ કરી શકતો નથી. નંબર-6 કે 7 પર ઉતરવાં છતાં પણ તે સ્કોરબોર્ડને આગળ વધારવામાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. જે ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તેઓએ જણાવ્યું હતું કે, ધોનીની ધીમી બેટિંગને જોતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ધોનીને બહાર કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું હતું કે, મને લાગે છે કે 2020ની ટી-20 વર્લ્ડ કપમાં સિલેક્ટર્સ તેને ટીમમાં સામેલ કરશે. એવામાં એ યોગ્ય સમય છે કે, ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી જાતે સંન્યાસ લઈ લે.
જોકે, આ પહેલા અહેવાલ આવ્યા હતાં કે, ધોની અને સિલેક્ટર્સની વચ્ચે વર્લ્ડ કપ બાદ સંન્યાસને લઈ કોઈ વાત થઈ નથી. તેઓએ કહ્યું હતું કે, અમે તેનું ધ્યાન ભટકાવવા માંગતા નથી. અમે ઈચ્છતા હતા કે ધોની વર્લ્ડ કપ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે.
પરંતુ હવે સમય આવી ગયો છે કે, તેને કોઈ નિર્ણય લેવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે, ધોનીની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાંસલ કરવા માટે હવે કંઈ બચ્યું નથી. ધોનીને જે કંઈ પણ મેળવવાનું હતું તે મેળવી ચૂક્યો છે તેથી તેણે નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement