શોધખોળ કરો
એબી ડિવિલિયર્સ આગામી વર્ષે IPL રમશે કે નહીં? જાણો શું આપ્યો જવાબ
1/4

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના ખેલાડી એબી ડિવિલિયર્સે પોતાની નિવૃત્તીની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. દક્ષિણ આફ્રીકાના ક્રિકેટ ફેન જ નહીં પણ ભારત અને વિશ્વભરના ક્રિકેટ તેમના આ નિર્ણયથી નિરાશ છે. એબી ડિવિલિયર્સ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેનું ઉદાહરમ તેણે આઈપીએલમાં આપ્યું હતું. વિરાટ બાદ એ જ એવા ખેલાડી છે જેણે શાનદાર બેટિંગ કરી છે. અનેક મેચમાં તેના જોરે જ બેંગલોરની ટીમ જીતી છે.
2/4

જોકે બેંગલુરુ પ્લે ઓફમાં ન પહોંચી શક્યું. પરંતુ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભલે તમામ બેટ્સમને ફટકાર લગાવી હોય પરંતુ એબીના તેણે વખાણ કર્યા હતા. ડિવિલિયર્સે 12 મેચમાં 480 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 174થી વધારે રહી. તેમાં સૌથી શાનદાર ઇનિંગ 90 રનની હતી. ડિવિલિયર્સ લાંબા સમયથી આઈપીએલનો હિસ્સો રહ્યા છે. આ દરમિયાન તે દિલ્હી અને બેંગલુરુ તરફથી રમ્યા.
Published at : 24 May 2018 11:28 AM (IST)
View More




















