શોધખોળ કરો
Advertisement
વિઝડન ઈન્ડિયા પોલમાં સચિન-ગાવસ્કર નહીં આ ખેલાડી બન્યો ભારતનો સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન, નામ જાણીને ચોંકી જશો
વિઝડન ઈન્ડિયાના આ પોલની શરૂઆત ગત સપ્તાહે થઈ હતી. આ પોલમાં 16 બેટ્સમેનોને સામેલ કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટના મહાન બેટ્સમેનને લઈ ફેન્સ વચ્ચે હંમેશા ચર્ચા થતી રહે છે. ભારતે ક્રિકેટ વિશ્વને ગાવસ્કર, સચિન, દ્રવિડ, કોહલી, સેહવાહ, ગાંગુલી અને લક્ષ્મણ જેવા મહાન બેટ્સમેનો આપ્યા છે. વિઝડન ઈન્ડિયાના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા પોલ મુજબ ફેન્સે સચિનની તુલનામાં દ્રવિડને ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માન્યો છે. આ પોલની ફાઇનલમાં દ્રવિડને 52 ટકા લોકોએ પોતાની પસંદ ગણાવ્યો હતો, જ્યારે સચિનને 48 ટકા વોટ મળ્યા હતા. વિઝડન ઈન્ડિયા તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પોલમાં 11,400 ફેન્સે હિસ્સો લીધો હતો.
સચિન અને દ્રવિડ મોટાભાગનું ક્રિકેટ સાથે રમ્યા છે. દ્રવિડે 164 ટેસ્ટમાં 36 સદી, 63 અડધી સદી વડે 13,288 રન બનાવ્યા છે. જ્યારે સચિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. સચિન તેંડુલકરે 200 ટેસ્ટ રમીને 51 સદી અને 68 અડધી સદી સાથે 15,921 રન બનાવ્યા છે.
વિઝડન ઈન્ડિયાના આ પોલની શરૂઆત ગત સપ્તાહે થઈ હતી. આ પોલમાં 16 બેટ્સમેનોને સામેલ કરવામાં આવ્યા હતા. ગાવસ્કર, સચિન, વિરાટ, લક્ષ્મણ, પૂજારા, અમરનાથ, રહાણે, ગાંગુલી, ગંભીર, અઝહરુદ્દીન, પટોડી, વિશ્વનાથ, વેંગસરકર અને ગંભીરને આ પોલમાં રાખવામાં આવ્યા હતા.
દ્રવિડ, તેંડુલકર, કોહલી, લક્ષ્મણ, ગાવસ્કર, પૂજારા, વિશ્વનાથ અને સેહવાગને ટોપ-8માં સ્થાન મળ્યું. જે બાદ સેમી ફાઇનલમાં દ્રવિડની ટક્કર ગાવસ્કર સાથે થઈ. જ્યારે તેંડુલકરને કોહલીએ ટક્કર આપી હતી. દ્રવિડે સરળતાથી ગાવસ્કરને વિઝડન ઈન્ડિયા પોલમાં પાછળ રાખ્યા હતા. જ્યારે સચિને મોટા માર્જિન સાથે વિરાટને પાછળ રાખ્યો હતો.
ત્રીજા નંબર માટે ગાવસ્કર અને વિરાટ વચ્ચે પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ગાવસ્કરે કિંગ કોહલીને પાછળ રાખ્યો હતો.
પાકિસ્તાનના આ સ્ટાર ક્રિકેટરનો એક દિવસ પહેલા કોરોના આવ્યો હતો પોઝિટવ હવે આવ્યો નેગેટિવ, ટ્વિટ કરીને રિપોર્ટ કર્યો જાહેર
રિઝર્વ બેંક અંતર્ગત આવશે તમામ કો ઓપરેટિવ બેંક, મોદી કેબિનેટે લીધો મોટો ફેંસલો
સોનાએ રચ્યો ઈતિહાસ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલા પર પહોંચ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement