World Athletics Championships 2022: નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યો સિલ્વર મેડલ
આજે નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ અપાવી શકે છે
LIVE
Background
આખા દેશની નજર ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા પર છે. આજે નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ અપાવી શકે છે. નીરજ ચોપરા તેના પ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મેડલ માટે લક્ષ્ય સાધશે. આજે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ અપાવી શકે છે. નીરજ ઓરેગોનમાં પુરુષોની ભાલા ફેંકની ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. અમેરિકાના ઓરેગોનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નીરજ ચોપરા ઉપરાંત અન્ય એક ભારતીય એથ્લેટ રોહિત યાદવે પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
એન્ડરસને 90.46 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો
એન્ડરસન પીટર્સે ફાઇનલમાં 90 મીટર કરતા વધુ દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ઉપરાંત, રોહિત યાદવ પણ ફાઇનલમાં અન્ય ભારતીય હતો, પરંતુ તે પ્રથમ ત્રણ થ્રો બાદ ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો.
History Created by Neeraj Yet Again 🔥🔥🔥@Neeraj_chopra1 becomes the 1st Indian Male to win a medal at the #WorldChampionships
— SAI Media (@Media_SAI) July 24, 2022
Neeraj wins 🥈in Men's Javelin Throw with his best throw of 88.13m at @WCHoregon22
Absolutely Brilliant 🙇♂️🙇♀️
📸 @g_rajaraman
1/2#IndianAthletics pic.twitter.com/OtJpeDopGe
નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
World Athletics Championships: India's Neeraj Chopra secures 2nd position, wins silver medal with his 4th throw of 88.13 meters in the men's Javelin finals pic.twitter.com/TOy1P8gJTz
— ANI (@ANI) July 24, 2022
નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ
Neeraj Chopra, World Athletics Championships: ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવેલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. તેણે યુએસએના યુજેનમાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. રોહિત યાદવ ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો અને તે 10માં નંબર પર રહ્યો હતો.
પાંચમા નંબરે નીરજ ચોપરા
વન પીટર્સે તેના બીજા થ્રોમાં 90.46 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજ ચોપરા હવે પાંચમા નંબરે આવી ગયા છે.
વન પીટર્સ 90.21 મીટર થ્રો કર્યો
વિશ્વના નંબર વન પીટર્સે પહેલા રાઉન્ડમાં 90.21 મીટર થ્રો કર્યો હતો. નીરજ ચોપરાએ બીજા રાઉન્ડમાં 82.39 મીટરનો થ્રો કર્યો હતો, જે બાદ તે હવે ચોથા નંબર પર ચાલી રહ્યો છે.