શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: સ્ટાર્કનો તરખાટ, ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડિઝની 15 રનથી હાર
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં ઓલઆઉટ થઈ 288 રન બનાવી વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
લંડન: સ્ટાર્કની પાંચ વિકેટની મદદથી વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રનથી હરાવ્યું હતું. 289 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 273 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ 2 અને ઝમ્પાએ 1 વિકેટ ઝડપી હતી. ક્રિસ ગેઈલ 21 રને મિચેલ સ્ટાર્કની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. એવીન લુઈસ પેટ કમિન્સની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ નિકોલસ પૂરન એડમ ઝાંપાની બોલિંગમાં ફિન્ચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 36 બોલમાં 40 રન કર્યા હતા. જેસન હોલ્ડર 51 રને આઉટ થયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં ઓલઆઉટ થઈ 288 રન બનાવી વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સ્ટીવ સ્મિથ 73 રન અને કુલ્ટર નાઈલ 92 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કાર્લોસે સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રસેલ, કોટ્રેલ અને થોમસે 2-2 વિકેટ ઝડપી હતી.
100 રનની અંદર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ, પાંચમી વિકેટ માર્કસ સ્ટૉઇનિસના રૂપમાં પડી, સ્ટૉઇનિસ 19 રને (23) ને હૉલ્ડરે પૂરનના હાથમાં ઝીલાવી દીધો. ટીમનો સ્કૉર 16.1 ઓવરમાં 5 વિકેટે 79 રન હતા.ચોથી વિકેટ ગ્લેન મેક્સવેલની પડી, કૉટરેલે મેક્સવેલને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર ચાર વિકેટે 38 રન. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વિકેટ ઉસ્માન ખ્વાઝાના રૂપમાં ગુમાવી, આંદ્રે રસેલે ખ્વાઝાને 13 રને (19) આઉટ કર્યોIt's all over! Australia win 2️⃣ from 2️⃣
It was a stunning comeback – from 79/5, they posted a 289-run target, before Mitchell Starc's five-for snuffed out the West Indies at the death. What a match! #CmonAussie#AUSvWI SCORECARD ???? https://t.co/U2v5xRoaKQ pic.twitter.com/5me88GONFD — ICC (@ICC) June 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement