શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ-2019:સેમિફાઇનલમાં ભારતના પક્ષમાં છે આંકડા, આ મેદાન પર ભારતનો સર્વોચ્ચ સ્કોર છે 300થી વધુ
આ એ જ મેદાન છે જેના પર તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હાર આપી હતી. આ મેદાન પર ભારતનો ઓવરઓલ રેકોર્ડ 50-50 છે
નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ ટીમો નક્કી થઇ ગઇ છે. વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ નવ જૂલાઇના રોજ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે માંન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાશે. આ એ જ મેદાન છે જેના પર તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હાર આપી હતી. આ મેદાન પર ભારતનો ઓવરઓલ રેકોર્ડ 50-50 છે. વર્લ્ડકપની વાત કરવામા આવે તો ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં સાત સેમિફાઇનલ મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યૂઝિલેન્ડે 8 સેમિફાઇનલ મેચોમાંથી ફક્ત એકમાં જીત મેળવી છે.
ભારતે ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ એક જ મેચ રમી છે. 1975માં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કુલ મળીને ભારતે આ મેદાન પર કુલ 10 મેચ રમી છે જેમાંથી ટીમ ઇન્ડિયાએ પાંચ મેચ જીતી છે અને પાંચમાં હાર મળી છે.
ભારતનો આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાન વિરુદ્ધ આ વર્લ્ડકપમાં બન્યો હતો. ભારતીય ટીમે પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતને ડકવર્થ લૂઇસ નિયમ અનુસાર, 89 રનથી જીત મળી હતી. જ્યારે ભારતનો સૌથી ઓછો સ્કોર 191 રન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement