શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપઃ બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
પૂનિયાએ શરૂઆતમાં 6-0થી પાછળ હતો પરંતુ બાદમાં વાપસી કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
નવી દિલ્હીઃ ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ શુક્રવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપના 65 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બજરંગે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં મંગોલિયાના તુલ્ગા ઓચિરને 8-7થી હાર આપી હતી. પૂનિયાએ શરૂઆતમાં 6-0થી પાછળ હતો પરંતુ બાદમાં વાપસી કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સેમિફાઇનલ મેચમાં હારથી નિરાશ થનાર બજરંગ પૂનિયાએ મંગોલિયાના તુલ્ગા ઓચિરને 8-7થી હાર આપી હતી. સેમિફાઇનલમાં બજરંગ 9-9ના સ્કોર બાદ પણ હારી ગયો હતો ત્યારબાદ તેમણે અમ્પાયરિંગ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેને લઇને બજરંના ગુરુ અને યોગેશ્વર દત્તે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
બ્રોન્ઝ મેડલ મેચની શરૂઆતમાં બજરંગ પાછળ હતો. ઓચિરે બે અંક મેળવ્યા હતા અને બાદમાં છાતીમાં થ્રો કરવાને લઇને ચાર અંક મેળવ્યા હતા. બજરંગનું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીજુ મેડલ છે. તેણે 2013માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારે બજરંગ 60 કિલોગ્રામની કેટેગરીમાં રમતો હતો.Bajrang Punia bags bronze medal in World Wrestling Championships Read @ANI Story | https://t.co/OOqOSWHy4P pic.twitter.com/IqOVTKey56
— ANI Digital (@ani_digital) September 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement