શોધખોળ કરો
વર્લ્ડકપ 2019 : ભારતનો 125 રનથી વિજય, વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડકપમાંથી બહાર

Background
માંચેસ્ચરઃ વર્લ્ડકપ 2019માં આજે 34મો મુકાબલો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમાઈ છે. જેમાં પાંચમાં ભારતનો અને ત્રણમાં વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો છે.
22:15 PM (IST) • 27 Jun 2019
વર્લ્ડકપ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામેના 34મા મુકાબલામાં ભારતે 125 રનથી જીત મેળવી હતી. 269 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 34.2 ઓવરમાં 143 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સુનિલ એમ્બ્રિસે સર્વાધિક 31 રન બનાવ્યા હતા. જ્યારે પૂરને 28 અને હેટમાયરે 18 રન બનાવ્યા હતા. ભારતે આ જીત સાથે સેમિફાઈનલમાં પહોંચવાની રાહ સરળ બનાવી લીધી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી. તે સિવાય બુમરાહ અને ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
22:34 PM (IST) • 27 Jun 2019
Load More
Tags :
Worldcup 2019 Rohit Sharma Worldcup Bhuvneshwar Kumar Cwc19 Heldon Cotterell INDvWI Manchester Mohammed Shami Oshane Thomas Virat Kohli Team Indiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















