શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બે વર્ષ પહેલા હતો નંબર 1 બોલર, હવે TV પર જોશે વર્લ્ડ કપ
હેઝલવુડે ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 2017માં વન-ડે ક્રિકેટમાં તે નંબર વન બોલર હતો. ‘
![વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બે વર્ષ પહેલા હતો નંબર 1 બોલર, હવે TV પર જોશે વર્લ્ડ કપ Worldcup 2019 Josh Hazlewood to watch world cup on tv before 2 years ago he was no 1 bowler વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બે વર્ષ પહેલા હતો નંબર 1 બોલર, હવે TV પર જોશે વર્લ્ડ કપ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15210146/josh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સિડનીઃ ક્રિકેટનો મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કહ્યું છે કે તે 30 મે થી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરુ થઈ રહેલા વર્લ્ડ કપમાં ટીમનો સભ્ય ન હોવાના કારણે દુઃખી છે. હેઝલવુડનો વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો નથી.
હેઝલવુડે ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 2017માં વન-ડે ક્રિકેટમાં તે નંબર વન બોલર હતો. ‘ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ’ સાથે વાત કરતા હેઝલવુડે કહ્યું હતું કે આ મારા માટે નિરાશાજનક છે. વર્લ્ડ કપ ચાર વર્ષમાં એક વખત આવે છે. હું નસીબવાળો હતો કે ગત વર્ષે પોતાના ઘરમાં મને તેનો સભ્ય બનવાની તક મળી હતી. ટૂર્નામેન્ટ શરુ થયા પછી મને તેને ટીવી ઉપર જોવાથી દુઃખ થશે.
હેઝલવુડની ઇજા તેની દુશ્મન બની ગઈ છે. હેઝલવુડ જાન્યુઆરીમાં પીઠમાં થયેલી ઈજાથી બહાર આવી રહ્યો હતો અને પસંદગીકારોને લાગતું હતું કે તે વર્લ્ડ કપ પહેલા તે વધારે મેચ રમ્યો નથી. હેઝલવુડે કહ્યું હતું કે ચાર મહિના સુધી ક્રિકેટ ન રમવું મારા વિરુદ્ધ ગયું હતું. હું તેમનો પક્ષ સમજી શકું છું. મને લાગે છે કે જો સ્પર્ધા વચ્ચે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો મને તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયા 1 જૂને અફઘાનિસ્તાન સામે મેચ રમી વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે. સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત પાકિસ્તાનના ઈમામ ઉલ હકે તોડ્યો ભારતના કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતA @cricketworldcup winner in 2015, Josh Hazlewood won't be taking part in #CWC19. https://t.co/ZgQcELnUhx
— ICC (@ICC) May 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)