શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ICC વર્લ્ડકપની પેનલમાં ભારતના ક્યા કોમેન્ટેટર્સને મળ્યું સ્થાન, જાણો વિગત
ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આઈસીસી દ્વારા 34 કોમેન્ટેટર્સની યાદી જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્હી: ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આઈસીસી દ્વારા 34 કોમેન્ટેટર્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના ચાર કોમેન્ટેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈસીસીની કોમેન્ટેટર્સની પેનલમાં ભારતના સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષા ભોગલેનુ નામ છે. આ ઉપરાંત ભારતની ઈશા ગુહા પણ કોમેન્ટ્રી કરતી જોવા મળશે. ભારત સિવાય જે બીજા દેશોના જાણીતા ક્રિકેટરો આ પેનલમાં સમાવાયા છે તેમાં ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક અને માઈકલ સ્લેટરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નાસીર હુસેન, ઈયાન બિશપ, કુમાર સંગાકારા, માઈકલ એથરટન, બ્રેન્ડન મેક્કુલમ, વસીમ અકરમ અને ગ્રીમ સ્મિથ જેવા જાણીતા નામ પણ આ પેનલમાં છે. વિશ્વકપનો પ્રારંભ 30 મેના રોજ લંડનના ઓવલ મેદાન પર યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મેચથી થશે. ભારત 5 જુને પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.
કયા ક્રિકેટરની પત્ની સાથે ધોળા દિવસે લૂંટારૂએ લૂંટ ચલાવી, ક્રિકેટરનું નામ જાણીને ચોંકી જશો
વર્લ્ડકપ-2019 જીતનારી ટીમને મળશે ઈતિહાસનું સૌથી મોટું ઈનામ, આંકડો જાણીને આંચકો લાગશે
પોરબંદર: બિયારણ ખરાબ નિકળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion