શોધખોળ કરો
Advertisement
.... તો વર્લ્ડકપમાં વધુ એક વખત ભારત-પાકિસ્તાનની થઈ શકે ટક્કર, જાણો કેવી રીતે
બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધવાના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ઓછી રમાય છે. આ બંને ટીમો માત્ર આઈસીસીની ટુર્નામેન્ટમાં જ આમને-સામને થતી હોવાથી ક્રિકેટ વિશ્વના તમામ ફેન્સની નજર હોય છે.
નવી દિલ્હીઃ ક્રિકેટની કોઇ પણ ટુર્નામેન્ટમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હોય ત્યારે તેનાથી મોટો મુકાબલો કોઈ જ ન હોઈ શકે. આ મુકાબલમાં રમત ઉપરાંત અન્ય ચીજો જોડાયેલી હોય છે તેથી મહામુકાબલો કહેવાય છે. બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધવાના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ઓછી રમાય છે. આ બંને ટીમો માત્ર આઈસીસીની ટુર્નામેન્ટમાં જ આમને-સામને થતી હોવાથી ક્રિકેટ વિશ્વના તમામ ફેન્સની નજર હોય છે.
વર્તમાન વર્લ્ડકપમાં બંને ટીમો એકવાર સામ-સામે થઈ ચૂકી છે, જેમાં ભારતે 89 રનથી એકતરફી જીત મેળવી છે. પરંતુ બંને ટીમો ફરી એકવાર ટકરાઈ શકે છે. વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થઈ શકે છે. સાઉથ આફ્રિકાની વિરુદ્ધ પાકિસ્તાને જે રીતે પ્રદર્શન કર્યુ, તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટીમમાં ઘણું બદલાઈ ગયું છે. જો પાકિસ્તાન પોતાની બાકીની મેચો પણ આ જ રીતે જીતી લે છે તો તે ગ્રુપ સ્ટેજમાં ચોથા નંબરે આવી જશે. જ્યારે ભારતે પોતાની તમામ મેચ જીતીને ગ્રુપ ટોપર તરીકે સેમીફાઇનલમાં પ્રવેશ કરવો પડશે. જો આમ થાય તો બંને ટીમોની ફરી એક વખત વર્લ્ડકપમાં ટક્કર થઈ શકે છે.
નિયમ મુજબ પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપરની ટીમ ચોથા નંબરની ટીમ સામે સેમીફાઇનલ રમશે. એવી જ રીતે, બીજા નંબરની ટીમ ત્રીજા નંબરની ટીમ સામે રમશે. જો એવું થશે તો બંને ટીમો ફરી એકવાર માનચેસ્ટરમાં જ ટકરાશે. વર્તમાન વર્લ્ડકપમાં આ મેદાન પર ભારતને પાકિસ્તાનને 16 જૂને હરાવ્યું હતું.
પાકિસ્તાનને પોતાની બાકી ત્રણેય મેચ જીતવા ઉપરાંત ન્યૂઝીલેન્ડ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. ન્યૂઝીલેન્ડના 6 મેચોમાં 11 પોઇન્ટ છે, જ્યારે પાકિસ્તાનના 6 મેચોમાં 5 પોઇન્ટ છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં હાલ અજેય છે. કીવી ટીમનો હવે સામનો પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુકાબલો વરસાદના કારણે નહોતો થઈ શક્યો. તેના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ મળ્યો હતો. પાકિસ્તાનને આગામી ત્રણેય મેચ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની વિરુદ્ધ રમવાની છે. ન્યૂઝીલેન્ડની તુલનામાં પાકિસ્તાનનો માર્ગ થોડો સરળ છે. ગ્રુપ સ્ટેજમાં જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના પોઇન્ટ સરખા રહે તો સેમીફાઇનલની ચોથી ટીમ નેટ રન રેટના આધારે નક્કી થશે.
બીજેપીમાં સામેલ થયા વિદેશ મંત્રી એસ જયશંકર, જેપી નડ્ડાની હાજરીમાં લીધું સભ્યપદ
આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં થશે વરસાદ? ક્યાં કરાઈ ભારે વરસાદની આગાહી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion