શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા એક,બે નહીં ચાર વિકેટકિપર સાથે ઉતર્યું, જાણો વિગત
પંત આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં ભારતની 11 સભ્યોની પ્લેઇંગ ઇલેવનમાં 4 વિકેટકિપર બેટ્સમેન થઈ ગયા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, કેએલ રાહુલ અને કેદાર જાધવનું નામ સામેલ છે.
બર્મિંઘમઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામેની મેચમાં ઇગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ડ્રોપ કરવામાં આવ્યો છે જ્યારે તેમના સ્થાને યુવા બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સેમન શિખર ધવન અંગૂઠામાં થયેલી ઈજામાંથી મુક્ત ન થઈ શકતા વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈ દ્વારા ધવનના સ્થાને ડાબોડી બેટ્સમેન રિષભ પંતને સામેલ કરવામાં આવ્યો હતો.
પંત આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં હવે ભારતની 11 સભ્યોની પ્લેઇંગ ઇલેવનમાં 4 વિકેટકિપર બેટ્સમેન થઈ ગયા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, કેએલ રાહુલ અને કેદાર જાધવનું નામ સામેલ છે. ધોની અને પંત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટકિપિંગ કરવાનો અનુભવ ધરાવે છે. જ્યારે કેએલ રાહુલ આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબ માટે વિકેટકિપિંગ કરતો આવ્યો છે. જ્યારે કેદાર જાધવ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિકેટકિપિંગમાં હાથ અજમાવી ચુક્યો છે.
અન્ય એક વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકને હજુ સુધી વર્લ્ડકપમાં એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નથી.
વર્લ્ડકપઃ કોહલીને આઉટ કરવાની ચેલેન્જ આપનારા અંગ્રેજ ખેલાડીને ટીમમાં જ ન મળ્યું સ્થાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement