ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ટી-20 વિશ્વકપ બાદ મિતાલી રાજ અને કોચ રમેશ પોવાર વચ્ચે અણબનાવના કારણે તેને કોચના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
2/5
ટેસ્ટ ક્રિકેટમાં રમને 24.88 એવરેજથી 448 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સદી છે. ટેસ્ટમાં સર્વાધિક સ્કોર 96 રન છે. જ્યારે વનડેમાં ક્રિકેટમાં 27 મેચોમાં 617 રન બનાવ્યા છે. વનડેમાં 23.73 એવરેજથી ત્રણ અડધી સદી અને એક સદી નોંધાવી હતી.
3/5
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન ડબ્લ્યૂવી રમનની નિમણૂંક કરવામાં આવી છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને એસ રંગાસ્વામીની એક સમિતિએ મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે રમનના નામ પર મોહર લગાવી છે.
4/5
રમન હાલમાં બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં બેટ્સમેનના સલાહકાર તરીકે કાર્યરત છે. ડબ્લ્યૂવી રમને દેશ માટે 11 ટેસ્ટ અને 27 વનડે રમી છે અને હાલમાં તે દેશના સૌથી યોગ્ય કોચમાના એક છે. તે તમિલનાડુ અને બંગાળ જેવી મોટી રણજી ટ્રોફી ટીમને પણ કોચિંગ આપી ચુક્યા છે અને ભારત અંડર-19 ટીમ સાથે પણ કામ કર્યું છે.
5/5
અહેવાલ પ્રમાણે રમન પહેલા ભારતીય પુરુષ ટીમના કોચ રહી ચુકેલા ગેરી કર્સ્ટન બીસીસીઆઈની સિલેક્શન કમિટીના પહેલી પસંદ હતા પરંતુ રમને આ પદ આપવામાં આવ્યું કારણ કે કર્સ્ટન આઈપીએલ ફ્રેંચાઇજી રાયસ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે પોતાનું પદ છોડવા તૈયાર નહોતા.