શોધખોળ કરો
Advertisement
વધુ એક ખેલાડી જોડાઈ શકે છે ભાજપમાં, નામ જાણીને ચોંકી જશો
હરિયાણાના રહેવાસી કુશ્તી ખેલાડીએ બુધવારે અહીં હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બિરલાની મુલાકાત કરી.
નવી દિલ્હીઃ ઓલિમ્પિક રમતમાં દેશનું નામ રોશન કરનાર રેસલર યોગેશ્વર દત્ત ભાજપમાં જોડાઈ શકે છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, એવામાં જો રેસરલ યોગેશ્વર દત્ત ભાજપમાં જોડાઈ જાય તો તેનાથી ભાજપને ફાયદો થઈ શકે છે.
હરિયાણાના રહેવાસી કુશ્તી ખેલાડીએ બુધવારે અહીં હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બિરલાની મુલાકાત કરી અને તેમને જણાવ્યું કે, તેણે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપી દીધું છે.
દત્તે 2014 કૉમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2013માં તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર સોનીપલ લોકસભા વિસ્તારની કોઈ વિધાનસભા સીટ પરથી તેને ટિકિટ મળી શકે છે. આ તેનો ગૃહ જિલ્લો પણ છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણી 21 ઑક્ટોબરના રોજ થશે.
મહિલા રેસલર બબીતા ફોગાટ અને તેના પિતાએ પણ ભાજપનો હાથ પકડી લીધો છે. એવા પણ સમાચાર છે કે, બબીતા પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion