શોધખોળ કરો

ટીમ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો હોત તો વધુ એક વર્લ્ડકપ રમ્યો હોત: યુવરાજ સિંહ

યુવરાજે કહ્યું કે મને દુખ છે કે 2011 બાદ વધુ એક વર્લ્ડ કપ રમી ના શક્યો. જે પણ ક્રિકેટ રમ્યો તેમાં તે પોતાના દમ પર રમ્યો, મારો કોઈ ગૉડફાધર નહતો. કેરિયરના અંતિમ સમયે ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો.

નવી દિલ્હી: પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટ પર તંજ કસ્યો છે.  તેણે કહ્યું ઇન્ટરનેશનલ કેરિયરના અંતિમ સમયે ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો. જો તેને પૂરતું સમર્થન મળ્યું હોત તો તે 2011માં શાનદાર પ્રદર્શન બાદ વધુ એક વર્લ્ડ કપ રમી શક્યો હોત. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન યુવરાજે કહ્યું કે મને દુખ છે કે 2011 બાદ વધુ એક વર્લ્ડ કપ રમી ના શક્યો. ટીમ મેનેજમેન્ટ અને તેની સાથે જોડાયેલા લોકો પાસેથી ભાગ્યે જ કોઈ સપોર્ટ મળ્યો. તેમણે કહ્યું કે જે પણ ક્રિકેટ રમ્યો તેમાં તે પોતાના દમ પર રમ્યો, મારો કોઈ ગૉડફાધર નહતો. ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે ફિટનેસ માટે જરૂરી યો યો ટેસ્ટ પાસ કરવા છતાં પણ તેને નજરઅંદાજ કરવામાં આવ્યો. ટીમ મેનેજમેન્ટે તેના કેરિયર અંગે સ્પષ્ટ વાત કરવી જોઈતી હતી. યુવરાજે કહ્યું કે મે ક્યારેય નહોતું વિચાર્યું કે 2017 ચેમ્પિયનશિપ ટ્રોફી બાદ આઠથી નવ મેચોમાં મેન ઓફ ધ મેચ જીત્યા બાદ મને ટીમમાંથી બહાર કરી દીધો. હું ઈજાગ્રસ્ત થયો અને મને શ્રીલંકા શ્રેણી માટે તૈયારી કરવા કહેવામાં આવ્યું. તેના બાદ અચાનક મારે પરત આવવું પડ્યું 36 વર્ષની ઉંમરમાં યો-યો ટેસ્ટની તૈયારી કરવી પડી અને યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ પણ મને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું. યુવીએ આગળ કહ્યું, મને લાગે છે કે તે દુર્ભાગ્યપૂર્ણ હતું કારણ કે જે ખેલાડીએ 15-16 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હોય, તેની સાથે તમારે સીધી વાતા કરવી જોઈએ. કોઈ પણ મને કંઇ નથી કીધું, ના તો કોઈએ વિરેન્દ્ર સેહવાગ કે ઝહીર ખાનને. તેમણે કહ્યું કે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો કોઈજ પછતાવો નથી. મારા દિમાગમાં ઘણી વસ્તુઓ ચાલી રહી હતી. વર્લ્ડકપ શરૂ થઈ ગયો હતો અને ટીમ આગળ વધી રહી હતી. હું ભારત બહાર ક્રિકેટ રમવા માંગતો હતો જીંદગી આગળ નહતી વધી રહી, તે ખૂબજ તણાવપૂર્ણ સ્થિતિ હતી. મારા થોડા વર્ષ પહેલા જ લગ્ન થયા હતા તેથી ઘરે પણ ધ્યાન આપવાનું હતું. મારા કેરિયરનું સમાપન થોડો બોઝ બની રહ્યો હતો. ભારતની બહાર મારે લીગમાં રમવાનું હતું. તેના માટે નિવૃતિ લેવું જરૂરી બની ગયું હતું. તેથી મેં વિચાર્યું  હતું કે આ યોગ્ય સમય છે. યુવાઓ માટે ટીમને આગળ લઈ જવા માટે પણ યોગ્ય સમય છે અને મારા માટે સન્યાસ લેવાનો પણ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget