શોધખોળ કરો
Advertisement
વિદેશી ટી-20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે યુવરાજસિંહ, જાણો કઇ ટીમે કર્યો પસંદ?
પાંચ ટીમોની લીગ 25 જૂલાઇથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચૂકેલા યુવરાજસિંહે બીસીસીઆઇ પાસેથી વિદેશી લીગમાં રમવાની મંજૂરી માંગી હતી
મુંબઇઃ યુવરાજસિંહ વિદેશમાં ટી-20 લીગ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની જશે. યુવરાજસિંહને કેનેડા ટી-20 લીગમાં ટોરન્ટો નેશનલ્સે વિદેશી ખેલાડીના રૂપમાં પસંદ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો બ્રૈન્ડન મેક્કુલમ અને વેસ્ટ ઇન્ડિઝના પોલાર્ડને પણ ટોરન્ટો નેશનલ્સ ટીમનો હિસ્સો હશે.
પાંચ ટીમોની લીગ 25 જૂલાઇથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચૂકેલા યુવરાજસિંહે બીસીસીઆઇ પાસેથી વિદેશી લીગમાં રમવાની મંજૂરી માંગી હતી જે મળવાની પુરી સંભાવના છે. બીસીસીઆઇ સક્રીય ક્રિકેટરોને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. એક કારણ છે કે યુવરાજે નિવૃતિ લઇ લીધી છે. વિરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાન યુએઇમાં ટી-10 લીગ રમ્યા હતા.
છેલ્લા મહિનાને ઇરફાન પઠાણને ડ્રાફ્ટ મારફતે કેરેબિયન પ્રીમિયર લીગમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી નથી એટલું જ નહી તેણે બીસીસીઆઇ પાસેથી મંજૂરી પણ લીધી નહોતી. બીસીસીઆઇએ તેના ભાઇ યુસુફ પઠાણને બે વર્ષ અગાઉ હોંગકોંગ ટી-20 ટુનામેન્ટમાં ભાગ લેવા માટે આપેલી એનઓસી પાછી લઇ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement