શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં કેએલ રાહુલને સ્થાન ન મળતા ભડક્યો આ ભારતીય ક્રિકેટર
રાહુલને વેસ્ટ ઇન્ડિઝના છેલ્લા ઓગસ્ટ-સપ્ટેમ્બર પ્રવાસ બાદ એક પણ ટેસ્ટ મેચ રમી નથી.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીજમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો. કીવી ટીમે માઉન્ટ માઉંગાનુઈમાં ત્રીજી અને અંતિમ મેચ 5 વિકેટે જીતી. આ સીરીઝમાં કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાનાર ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયા પહેલા જ સિલેક્ટ થઈ ગઈ છે. જેમાં કેએલ રાહુલનું નામ સામેલ નથી. તેને લઈને હવે બીસીસીઆઈએ પર સવાલ ઉઠી રહ્યા છે. કેએલ રાહુલનું ટીમમાં સ્થાનને લઈને પૂર્વ ભારતીય બોલર ઝહીર ખાને પણ તેનું સમર્થન કર્યું છે.
ઝાહીર ખાને કહ્યું, ‘રાહુલ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ કોઈપણ નંબર પર શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તે ટી20 સીરીઝમાં મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.’ જણાવીએ કે, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલ અંતિમ વનડે મેચમાં કેએલ રાહુલે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. રાહુલે 113 બોલનો સામનો કરતા 112 રનની ઇનિંગ રમી હતી. જોકે ત્યાર બાદ બણ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઝાહિર ખાને કહ્યું, ‘ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત માત્ર બે ટેસ્ટ મેચ રમવાનું છે. મને લાગે છે કે કેએલ રાહુલને ટીમમાં સ્થાન મળવું જોઈતું હતું. મને આશા છે કે તે ટેસ્ટ ટીમમાં શાનદાર પ્રદર્શન કરશે.” જણાવીએ કે, રાહુલને વેસ્ટ ઇન્ડિઝના છેલ્લા ઓગસ્ટ-સપ્ટેમ્બર પ્રવાસ બાદ એક પણ ટેસ્ટ મેચ રમી નથી. પૃથ્વી શો અને મયંક અગ્રવાલના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટેસ્ટ ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે.
ભારતની ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની અને ઈશાંત શર્મા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement