ઇન્ડિયન સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ગાંધીનગરને જે માહિતી આપવામાં આવી તે મુજબ શુક્રવારે રાત્રે 8.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.5 હતી. સુરત ઉપરાંત નવસારી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. ખાસ કરીને આ આંચકા દરિયાઈપટ્ટી વિસ્તારમાં આવ્યા હતા.
2/3
સુરત:સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારનાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજીરા સહિત કાંઠા વિસ્તારમાં આ આંચકાનો અનુભવ થયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
3/3
સુરત અને આજબાજુના વિસ્તારમાં રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું. સુરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી.