કિશન રામોલિયા નામના કેમેરામેને ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, મેં સવારથી પાણી પીધું નહોતું અને અંદર પાણી બોટલ લઇ જવાની મનાઇ હતી. જેના કારણે હું બેભાન થઈને નીચે પડી ગયો. સારું છે કે વડાપ્રધાને તેમના ભાષણ દરમિયાન હું નીચે પડી ગયો તે ધ્યાનમાં લીધું અને અધિકારીઓને મારી મદદ કરવા કહ્યું.
2/3
જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. કેમરામેન જે સમયે પડ્યો ત્યારે પીએમ મોદીએ તેમનું ભાષણ પણ અટકાવી દીધું. જે બાદ પીએમ મોદીએ તેમની સુરક્ષામાં રહેલા જવાનોને કેમેરામેનની મદદ કરવાની સૂચના આપી હતી.
3/3
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. દાંડી રવાના થતાં પહેલા વડાપ્રધાન મોદીએ સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે એક જનસભાને સંબોધન કર્યું. પીએ મોદી જે સમયે ભાષણ આપતા હતા તે દરમિયાન કવરેજ કરી રહેલો એક કેમેરામેન સ્ટેન્ડ પરથી નીચે પડી ગયો હતો. કેમેરામેનને પડતો જોયા બાદ તેની મદદ માટે લોકો દોડી આવ્યા હતા.