શોધખોળ કરો
સુરતઃ ધોરણ-8માં ભણતી દીકરી પર બળાત્કારનો પરિવારે લાગાવ્યો આક્ષેપ, પોલીસે શું કર્યું?
1/5

સુરતઃ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવતાં ખળભળાટ મચી ગયો છે. પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. વિદ્યાર્થિની છેલ્લા ચાર દિવસથી બેભાન હાલતમાં છે, તેને સિવિલ પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
2/5

સગીરાના પિતાએ આક્ષેપ કર્યો કે મારી દિકરીનું અપહરણ કરીને બંને યુવકોએ લઇ જઇ બળજબરી કરી હતી. તેને ગળામાં ઈજાના નિશાન પણ છે. જો બાઈક પરથી મારી દીકરી પડી હોય તો તે બે યુવકોને કેમ ન વાગ્યુ, બાઈક પણ નુકશાન થયું નથી. મારી દીકરી સાથે કંઈ થયું હોઈ શકે છે. મારી દીકરી હજુ ભાનમાં નથી. આ બાબતે તેણીના પિતાએ સુરત જિલ્લા પોલીસવડા અને રેંજ આઈજીને પણ રજૂઆત કરી છે.
Published at : 23 Oct 2018 11:59 AM (IST)
View More





















