ગત 16મી જાન્યુઆરીએ રાત્રે યુવતી તેના ઘરમાં સૂતી હતી ત્યારે અક્ષયે ઘરમાં ઘૂસી જઈ યુવતીના કપડા ફાડી નાંખ્યા હતા અને છેડતી કરી હતી. યુવતીની ફરિયાદને આધારે ડુમસ પોલીસે અક્ષય વિરૂધ્ધ છેડતી, આઈટીએકટ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અક્ષય પટેલ ગાડી લે-વેચનું કામ કરે છે.
2/3
આ અંગેની વિગતો એવી છે કે, કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને બમરોલીના સ્કૂલ ફળિયામાં રહેતા અક્ષય પટેલે યુવતીને મોબાઇલ પર ફ્રેન્ડશિપ માટે મેસેજ કર્યો હતો. દરમિયાન તેને યુવતીની સગાઈ થઈ ગઈ હોવાનું જાણવા મળતાં ફોટો યુવતીના મંગેતરને વોટ્સએપ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. એટલું જ નહીં, સંબંધ ન રાખે તો અક્ષયે યુવતીના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી.
3/3
સુરતઃ ડુમસમાં યુવકે કોલેજિયન યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે ઘરમાં ઘૂસી યુવતીના કપડા ફાડી નાંખી છેડતી કરતાં પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગાઈ થઈ જતાં યુવતીએ સંબંધ તોડી નાંખતા યુવકે આ કૃત્ય કર્યું હતું.