શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ સગાઇ પછી પતિ-પત્નીની જેમ સાથે રહેતું હતું કપલ, પછી શું થયું?

1/3

સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં સગાઇ પછી ફિયાન્સ સાથે પત્નીની જેમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફિયાન્સ સાથે કોઈ મુદ્દે તકરાર પછી યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, સચિન વિસ્તારમાં પટેલ ફળિયામાં નિલમ રાસિંગ વસાવા(ઉ.વ.24) અને મહેશ દેવરામ વસાવા સગાઈ પછી પરિવારની સંમિતિથી સાથે રહેતા હતા. દરમિયાન ગયા અઠવાડિયા નિલમે મહેશને પોતાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું.
3/3

નિલમે આ સમયે મહેશને એમ પણ કહ્યું હતું કે, મારે બીજા સાથે પ્રેમસંબંધ હોઈ હવે હું તારી સાથે રહેવા માંગતી નથી. આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગઈ કાલે મહેશ નોકરીએ ગયો હતો. બપોરે મહેશ ઘરે પરત ફર્યો ત્યારે તેણે જોયું કે, નિલમ પંખા સાથે લટકી રહી છે. નિલમે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે સચિન પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Published at : 22 Sep 2018 10:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion