ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી ધમાકેદાર એન્ટ્રી મારી હતી. શહેરના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા મનમુકીને વરસવાનું શરૂ કર્યું હતું.
8/9
સુરતમાં છેલ્લા 10 દિવસથી વરસાદ શરૂ થઈ ગયો છે. આજે પણ સવારે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
9/9
સુરત: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સુરતમાં આજે સવારે ધમધોકાર વરસાદ ખાબક્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા હતા.