શોધખોળ કરો
મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેનો આજે મોડી પડશે, જાણો શું છે કારણ
1/3

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઉતરણ બ્રિજ પર ટ્રેકની રિપેરિંગ કામગીરી હોવાથી બુધવારે બપોરે 12થી 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. જેના કારણે બપોરના સમયે મુંબથી અમદાવાદ તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર થોભાવી દેવાશે. આ બ્લોકને કારણે જામનગર ઇન્ટરસિટી, ફિરોજપુર જનતા, સૌરાષ્ટ્ર મેલ, નવજીવન સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે. કર્ણાવતી એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ પણ મોડી પડશે.
2/3

બ્લોકને પગલે બપોરે દોડતી જામનગર ઇન્ટરસિટી 1.40 કલાક, સૌરાષ્ટ્ર મેલ 1.00 કલાક,નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. ત્યારબાદ ટ્રેન વ્યવહાર રાબેતામુજબ થશે.
Published at : 03 Oct 2018 08:24 AM (IST)
Tags :
SuratView More





















