શોધખોળ કરો
નવરાત્રી વેકેશન નહીં આપવા માગતી સ્કૂલોએ સરકારને શું આપી ધમકી......
1/4

સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને નવરાત્રિ વેકેશન મરજીયાત કરી દેવા અથવા શાળાઓ એક થી બે કલાક મોડી કરી દેવાની રજુઆત કરાશે. સોમવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં મુખ્યમંત્રી રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને વેકેશનનો નિર્ણય પાછો ખેંચી લઇ વેકેશન મરજીયાત અથવા તો શાળાઓ 1 થી 2 કલાક મોડી શરૂ કરવાની માંગણી કરવામાં આવશે.
2/4

ગુજરાત બોર્ડની સ્કૂલો માટ વેકેશન ફરજિયાત હોઈ શાળા સંચાલકોમાં વિરોધના સૂર વ્યક્ત થઈ રહ્યા છે. સુરતની 400થી વધુ ખાનગી શાળાઓએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે. આ મામલે સ્વનિર્ભર સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજગુરુ મીડિયાને જણાવ્યું કે, સરકાર બે દિવસમાં નવરાત્રી વેકેશન પાછું નહીં ખેંચે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી છે.
Published at : 08 Oct 2018 10:55 AM (IST)
View More





















