સુરતની મુલાકાતે આવેલા મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ હાર્દિક પટેલને કહ્યું હતું કે, જો પાટીદાર સમાજને આરક્ષણ જોઈતું હોય તો કોંગ્રેસ સાથે રહીને ક્યારેય પણ નહીં મળી શકે, પાટીદાર સમાજ સરકાર સાથે આવી જશે તો કંઈક રસ્તો નીકળશે, જો હાર્દિક સરકાર સાથે આવે તો હું મધ્યસ્થી બનવા તૈયાર છું.
2/7
હાર્દિકે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 77.800કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે 5.900 કિલો ઘટીને 71.900 કિલો ગ્રામ થયું છે.
3/7
હાર્દિકના ઉપવાસને લઈને પાસ નેતા નિખિલ સવાણીએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સવાણીએ અરજી હાર્દિકના હેલ્થ મોનિટરિંગ માટે એમ્બ્યુલન્સ રાખવા માટે કરી છે. જેમાં કહ્યું છે કે, 24 કલાક હાર્દિકના નિવાસ સ્થાને એમ્બ્યુલન્સ રાખવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં હાર્દિકના વજનમાં 900 ગ્રામનો ઘટાડો થયો છે.
4/7
ત્યારબાદ ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત હાર્દિકના સમર્થકોએ હાર્દિક તમે પાણી પીવોના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત હાર્દિક ને જળ ત્યાગ ન કરવા માટે સુચનો કર્યા હતા પરંતુ હાર્દિક અડગ રહ્યો હતો. જોકે એસ પી સ્વામી સાથે વાત કરતી વેળાએ હાર્દિક ભાવુક થઈ રડવા લાગ્યો હતો.
5/7
હાર્દિક પટેલની મુલાકાતે આવેલા ગઢડાના એસ પી સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકી દેવા અને પાણી પીવા માટે સલાહ આપી હતી. પરંતુ હાર્દિક પટેલ તૈયાર ન થતાં એસ.પી સ્વામીએ હાર્દિકના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી.
6/7
સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ હાર્દિક પટેલના ઉપવાસના મુદ્દે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો પાટીદાર સમાજને આરક્ષણ જોઈતું હોય તો તેમણે સરકાર સાથે રહેવું જોઈએ. કોંગ્રેસ સાથે રહેવાથી હાર્દિક અને પાટીદાર સમાજને આરક્ષણ નહીં મળે. જો હાર્દિક પટેલ સરકાર સાથે વાત કરવા તૈયાર હોય તો હું મધ્યસ્થી રહેવા તૈયાર છું.
7/7
અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસને 7 દિવસ પૂર્ણ થઈ ગયા છે. ઉપવાસનો આજે આઠમો દિવસ છે. હાર્દિક પટેલ સરકાર સામેની લડતમાં જળ ત્યાગ પણ કરી દીધો છે.