શોધખોળ કરો
સુરતમાં ભાજપના ક્યા નેતા 50 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાઈ ગયા ?
1/3

કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાળાએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, એક જ વર્ષમાં ભાજપના ત્રણ કાઉન્સિલર લાંચ લેતા ઝડપાયા છે. મીના રાઠોડ, નેન્સી સુમરા અને જયંતિ ભંડેરી એ ભ્રષ્ટ શાસનનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. ભાજપની આ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
2/3

સુરત ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ જણાવ્યું હતું કે, તેમની રાવ મળતાં થોડા દિવસો અગાઉ જ તેમને ચેતવણી આપવામાં આવી હતી. સિનિયર કાર્યકર હોવાથી પક્ષે વિશ્વાસ મુકીને ટીકિટ આપી હતી. જો કે તેમના ભ્રષ્ટાચારના કારણે તેમને પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયાં છે. અગાઉ પણ પક્ષે આ પ્રકારની પ્રવૃતિમાં દોષીત સાબિત થયેલાને સમર્થન આપ્યું નથી અને આ કેસમાં પણ આપવામાં આવશે નહીં.
Published at : 07 Feb 2019 10:19 AM (IST)
View More




















