તેના મિત્રોએ સુરતમાં રહેતા પરિવારજનોને જાણ કરતાં સ્થાનિક સાસંદની મદદથી વિદેશ મંત્રાલયમાં જાણ કરીને સાહિલના મૃતદેહને સુરત લાવવામાં મદદ કરી હતી. સાહિલના મૃતદેહને સુરત લાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં અને બેસણું પણ રાખવામાં આવ્યું હતું. એકના એક દિકરાનું અકાળે મોત થતાં પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું.
4/6
જોકે ગત 29મી જાન્યુઆરીના રોજ સાહિલ તેના મિત્રો સાથે સિડનીના રોયલ નેશનલ પાર્કના બીચ ઉપર ફરવા ગયો હતો. જ્યાં તે દરિયામાં ન્હાવા પડતા ઉંડા પાણીમાં ડુબી જતાં મિત્રોએ બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તે બચાવી શક્યા ના હતા.
5/6
સુરતના કતારગામ ધોળકીયા ગાર્ડન પાસેની કોટેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ રમણ કથિરીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એકનો એક પુત્ર સાહિલ ધોરણ-12ની પરીક્ષા પાસ કરીને ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના સિડનીની યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો.
6/6
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહીને અભ્યાસ કરતો ગુજરાતના બિલ્ડરનો એકનો એક પુત્ર 29મી જાન્યુઆરી સિડનીના દરિયામાં ન્હાવા પડતાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. સિડનીથી તેનો મૃતદેહ સુરત લવાતા પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું.