સુરતની કંપનીએ છેલ્લાં એક વર્ષમાં રૂ. 100 કરોડની મજૂરીની રકમ થતી હતી. પણ જાપાનમાં રહેતા પ્રતીક નામના વેપારીએ મજૂરીની રકમ ચૂકવવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે, આ નિર્ણયને કારણે સુરત અને મુંબઇના હીરાના વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે મંદીનો સામનો કરી રહેલા હીરાના વ્યવસાયમાં હીરાના વેપારીએ આ રીતે 100 કરોડ રૂપિયાનું ઉઠામણુ કરતા સુરતના હીરાના વેપારીઓમાં ફડફડાડ ફેલાઇ ગયો છે.
2/4
સુરત: જાપાનમાં રહેતા હીરાના ગુજરાતી વેપારીએ સુરતની એક ડાયમંડ કંપનીને 100 કરોડ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા સુરત-મુંબઇ સહિતના ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે.માર રોડ અને કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેકટરી ધરાવતી એક ડાયમંડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી થયાના સમાચાર બજારમાં ફેલાતા સુરત-મુંબઇના વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા.
3/4
સૂત્રોના કહેવા પ્રમાણે, જાપાનમાં રહેતા એક ગુજરાતી હીરાના વેપારીએ સુરતની એક કંપનીને હીરાની મજૂરીના રૂપિયા 100 કરોડ રૂપિયા ચૂકવવા માટે હાથ ઉંચા કરી દીધા છે. જોકે, હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
4/4
જાપાનમાં રહેતા પ્રતિક નામનો એક ગુજરાતી વેપારી જવેલરીનો શોરૂમ ચલાવે છે. આ વેપારી સુરતની એક જાણીતી ડાયમંડ કંપનીને રફ ડાયમંડ જોબ વર્ક માટે મોકલતો હતો. સુરતની ડાયમંડ કંપની જાપાનથી આવતા જાડા પોઇન્ટર રફ ડાયમંડ પોતાની એ.કે. રોડ અને કતારગામમાં આવેલી ડાયમંડ ફેકટરીમાં કટીંગ એન્ડ પોલીશ્ડ કરીને ફરી જાપાન મોકલતી હતી.